ગૂગલે અનુવાદ માટે આધુનિક સિસ્ટમ વિકસાવી: સુંદર પીચાઈ
તમને ભાષાની ચિંતા છે તો હવે મુંજાવાની જરાય જ‚ર નથી કેમ કે ગુગલ લાવ્યું છે દ્વિભાષીય હેડફોન કેમ કે, મહાનુભાવો આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં પોતાની ભાષામાં પ્રવચન આપતા હોય ત્યારે આ સીસ્ટમથી અનુવાદ સરળ બને.
ગુગલના સીઈઓ સુંદર પીચાઈએ એનડીટીવી સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે, કંપની હવે પહેરી શકાય તેવા ટ્રાન્સલેટર ડીવાઈસ બનાવવા જઈ રહી છે. હેડફોનમાં એવી સુવિધાઓ આવશે જેનાથી ટ્રાન્સલેટીંગ (ભાષાંતર) સરળ રહેશે. અમે એક અલગ જ પ્રકારનું કાર્ય કર્યું છે. જેનાથી લોકોને વિવિધ સ્તરે વિવિધ ભાષાઓનું ભાષાંતર સરળ સ્વ‚પે મળી રહેશે.
ગુગલના માઉન્ટીન વ્યુ હેડ કવાર્ટરમાં એનડીટીવી સાથે મુલાકાત પર સુંદર પીચાઈએ ભાષાંતરની મુંઝવણ દૂર કરતા જણાવ્યું હતું કે, એક એવું હેડફોન આવશે કે જેમાં બે વ્યક્તિઓની ભાષા અલગ હોય પરંતુ તેઓ બીજા સાથે ટ્રાન્સલેટરની મદદથી વાતચીત સરળ બનાવી શકશે. એવું ડિવાઈસ ગુગલ દ્વારા વિકસાવવામાં આવશે જે હેડફોન જેવું હશે પરંતુ આ આવિસ્કાર નજીકના વર્ષમાં જ લોકો માટે ઉપલબ્ધ કરવામાં આવશે. આથી વિજ્ઞાનની આ અદ્ભૂત દેનથી ચાલતા-ચાલતા કોઈ બે અજાણી ભાષાના વ્યક્તિઓ પણ ભાષાંતરના આ ડીવાઈસના માધ્યમથી સરળતાથી વાતચીત કરી શકશે.