થોડી માવજતી આ સમસ્યા વકરતી ની; ચહેરાની ત્વચાને ટોનિંગ, ક્લીનિંગ તેમ જ નરિશમેન્ટ દ્વારા વ્યવસ્તિ હીલ કરવી જરૂરી છે
અરીસા નજીક મોં લઈને જોઈશું તો ચહેરા પર અસંખ્ય છિદ્રો દેખાશે. આ છિદ્રો ત્વચાને પૂરતું કુદરતી ઑઇલ પૂરું પાડે છે. એનાી ત્વચા હાઇડ્રેટ, સ્મૂથ રહે છે અને શ્વસન કરે છે. એ તમારી બોડીમાંથી વધારાનાં ઝેરી તત્વો બહાર કાઢવાનું કામ કરે છે. પણ વધુપડતી ઑઇલી સ્કિનવાળા લોકોના ચહેરા પર ઘણી વાર આ છિદ્રો પહોળાં થયેલાં અને વધુ મોટાં હોય છે. ખાસ કરીને નાક પાસે જ્યાં વધુ તૈલી ગ્લેન્ડ હોય છે ત્યાં તરત દેખાઈ આવે છે.
ઑઇલી સ્કિન હોય એટલે ચહેરાની ત્વચા પરનાં છિદ્રો ખુલ્લાં વાનાં જ. એટલે સૌથી પહેલાં ચહેરા પરનું ઑઇલ ઓછું કરવું જરૂરી છે. મોટે ભાગે ૧૩-૧૪ વર્ષની ઉંમરે તમારા ચહેરા પરનાં છિદ્રો ખૂલવાની શરૂઆત થાય છે અને ૧૮થી ૨૦ વર્ષની ઉંમર પછી ખાસ વધતાં નથી, પણ હોર્મોનલ ચેન્જિસ વખતે સ્પેશ્યલી લેડીઝમાં ૪૦-૪૨ વર્ષની આસપાસ ચહેરા પરનાં છિદ્રો ખૂલે છે. ખુલ્લાં છિદ્રો ક્યોર તો નથી કરી શકાતાં; પણ યોગ્ય બેલેન્સિંગ, ટોનિંગ અને મોઇસ્ચરી પ્રિવેન્ટ કરી શકાય છે. જોકે પ્રકૃતિ પ્રમાણે અમુક કેસમાં ક્રીમ કે દવા લેવી પડતી હોય છે.
વધુપડતાં ધૂળ અને તેલ જમા વાને લીધે ખીલ થાય છે અને જેમ આ છિદ્રો મોટાં તાં જાય છે એમ તમારી ત્વચા વધુ પાકટ લાગે છે. નોર્મલ અને ડ્રાય સ્કિન કરતાં જાડી ચામડી અને તૈલી ત્વચાવાળા ચહેરા પર એ વધુ જોવા મળે છે. ઉંમર વધવાની સાથે અને ત્વચાની ઇલેસ્ટિસિટી ઘટવાને લીધે પણ એ અમુક વાર વધુ ડેવલપ તાં જોવા મળે છે. આ ખુલ્લાં છિદ્રો ઘણાને કુદરતી રીતે જન્મી પણ હોય છે. જોકે તૈલી ત્વચા પર એ વધુ જલદી અસર કરે છે. તૈલી ત્વચા પર ડસ્ટ ચોંટે છે અને તેલ જમા થાય છે, જે સ્કિનની અંદર બ્લેક હેડ અને વાઇટ સીડ તૈયાર કરે છે. આ સીડ મોટું થાય છે. એમાંથી વાઇટ પેસ્ટ જેવું ઇમ્પ્યોર ઑઇલ જેવું બહાર નીકળે છે જે ખુલ્લા છિદ્રને વધુ વકરાવે છે. ઘણી વાર મેનોપોઝની શરૂઆતમાં, દરમ્યાન અને પછીના સમયમાં હોર્મોનલ ચેન્જિસને લીધે અવા તો ડિલિવરી બાદ વધુપડતી ડ્રાયનેસી પણ એ અચાનક વધુ વિઝિબલ થાય છે.
આ છિદ્રો તાત્કાલિક સંકોચાઈ જાય એ માટેનો સૌથી સરળ ઉપાય ચહેરા પર બરફ ઘસવાનો છે. જોકે આ ઉપાય ટેમ્પરરી છે. છતાં થોડી માવજત કરવામાં આવે તો આ સમસ્યા ચોક્કસ વકરતી નથી. તેઓ કહે છે, એ માટે ત્વચાનું ક્લીનિંગ અને પ્રોપર હીલ થવું જરૂરી છે. ચહેરાનું ત્રણ પાર્ટમાં ક્લેન્ઝિંગ, ટોનિંગ અને નરિશમેન્ટ કરો. ચહેરાને સરખો સાફ કર્યા બાદ ટોનિંગ માટે નેચરલ ટોનરનો ઉપયોગ કરી શકાય અને એ માટે ફ્રૂટ જૂસ બેસ્ટ ઑપ્શન છે. એક ગોસપીસ ભીનું કરી નિચોવી લો. એને વોટરમેલન જૂસમાં ડિપ કરી આંખનો ભાગ છોડી સાફ ચહેરા પર એકસરખું લગાવી દો. પાંચી દસ મિનિટ રહેવા દો. સુકાય એટલે ભીના રૂી ચહેરો સાફ કરો. ઍસ્ટ્રિન્જન્ટ લોશન લગાવો. આ જ રીતે ઑરેન્જ જૂસનો પલ્પ પણ લઈ શકાય. ત્યાર પછી નરિશમેન્ટ માટે કોઈ પણ ઑલપર્પઝ ક્રીમી મસાજ કરો. આ બેલેન્સિંગ ટ્રીટમેન્ટ ખૂબ જ જરૂરી છે.
આ સિવાય અમુક મેક-અપ ટિપ્સ અને ટ્રિક્સી પણ આ છિદ્રોનો અપિઅરન્સ ઘટાડી શકાય છે. સ્કિન જેટલી સાફ અને મોઇસ્ચર કરેલી એટલી જ આ કન્ડિશન સુધરી શકે છે, પણ એક વાત સમજી લો કે ખરી રીતે ત્વચા પરનાં છિદ્રોને સંકોચીને નાનાં કરી શકાતાં નથી. ચહેરા પર સફેદ અને કાળા દાણા દેખાય છે.
બ્લેક હેડ્સ, પિમ્પલ્સ અને વાઇટ હેડ્સ છિદ્રો પહોળાં કરવામાં કારણભૂત બને છે. એ ઉપરાંત બોડીની અંદર બ્રેઇન, સેક્સ્યુઅલ અને થાઇરોઇડનાં હોર્મોન્સનું સંતુલન ખોરવાય ત્યારે બીજા ડિસીઝની સો સ્કિન પણ ખરાબ થાય છે. એટલે સૌથી પહેલાં તો વધુપડતું ખાટું, ખારું, ગરમ કે ઠંડું ખાવું નહીં. દાખલા તરીકે આપણે ગરમાગરમ પાંઉભાજી સાથે ઠંડાં પીણાં પીતા હોઈએ છીએ, જે યોગ્ય નથી.
એ સિવાય ઘણી વાર આપણા પરસેવાને લીધે, ઉતાવળે નાહવામાં કે કોઈ વાર શરીર સરખું ન લુછાવાને લીધે પણ ડર્ટ જમા થાય છે. સરખી સફાઈ ન વાને લીધે મોં પરની સંવેદનશીલ ગ્રંથિ પર એની અસર થાય છે. શુગર, ચા, કોફી વગેરે પીણાંઓ વધુપડતાં પીવાને લીધે પણ કાર્બન મોનોક્સાઇડ નામનાં ઝેરી તત્વો ઉસપન્ન થાય છે, જે ત્વચાની નીચે પસ તૈયાર કરે છે. વાઇટ દાણા જે બેક્ટેરિયા છે એ ત્વચાની નીચે ફેલાય છે અને છેવટે છિદ્રો પહોળાં થાય છે. એટલે ચહેરાની સફાઈ અત્યંત જરૂરી છે.
ચહેરો સાફ રાખવા સૌથિ ઉત્તમ વિકલ્પ ફટકડી છે. એક બોલમાં સાદું પાણી લો. એમાં ફટકડીનો ટુકડો ફેરવો. આ પાણીથિ મોં ધોવું. ફટકડી ઍન્ટિસેપ્ટિક છે. એનાી ચહેરો ચોખ્ખો અને સ્વચ્છ રહે છે અને આવી સમસ્યાઓ વકરતી નથી. એ ઉપરાંત અલોવેરાનો પલ્પ ચહેરા પરના ખુલ્લાં છિદ્રો માટે ખૂબ જ અસરકારક છે. અલોવેરાના પલ્પમાં ચંદનનો પાઉડર કે પીઠી ચોળતી વખતે વપરાતી હળદર (ખાવાની હળદરમાં સોલ્ટ કે હિંગ મિક્સ કરેલી હોય છે એટલે બને તો પીઠી ચોળતી વખતે વપરાતી હળદર વાપરવી) ઉમેરી આ પેસ્ટ ચહેરા પર લગાડાય તો ઠંડક અને તાજગીની સો ચહેરો સુંદર લાગશે અને સાથે છિદ્રો પણ સંકોચાય છે. એ સિવાય લીલી હળદરનો રસ, પપૈયાનો રસ પણ ચહેરા પરના ડાઘ દૂર કરવા તેમ જ ફ્રેશનેસ માટે ઉપયોગી થઈ પડે છે. થોડી માવજત તમારા ચહેરાને ખુલ્લાં છિદ્રોથી બચાવી પાકટ દેખાતાં રોકશે.
ઘરગથું ઉપાય
એક ટીસ્પૂન કોર્નસ્ટાર્ચ સાથે ઠંડું એગ-વાઇટ ભેળવો. ફીણ ફ્લફી ન થાય ત્યાં સુધી બીટ કરો. ચહેરા પર એની પાતળી લેયર કરો. વીસ મિનિટ રહેવા દો. હૂંફાળા પાણીથી ચહેરાને ધોઈ નાખો. અઠવાડિયામાં એક કે બે વાર જરૂર પ્રમાણે રિપીટ કરો. એગ-વાઇટ સ્કિનને ટોન કરવાની સાથે છિદ્રોને સંકોચાવામાં ટેમ્પરરી મદદ કરે છે.
રૂના પૂમડામાં લીંબુનો રસ ભેળવી ચહેરા પર લગાવી પાંચેક મિનિટ બાદ ઠંડા પાણીથી ધોઈ નાખો. સ્કિન વધુપડતી સૂકી હોય તો એકલા લીંબુના રસને બદલે એક ભાગ લીંબુના રસ સો બે ભાગ રોઝ વોટર લેવું. લેમન જૂસ ઍસ્ટ્રિન્જન્ટની ગરજ સારે છે.
બે ભાગ બદામનો ભૂકો અને એક ભાગ પાણીી કિ પેસ્ટ બનાવી મોટાં છિદ્રાે પર એકસરખી લેયર લગાવો. અડધો કલાક સુકાવા દો. ત્યારબાદ હળવેથી પપાવીને લૂછો.
પીસેલી બદામનો પાઉડર અને સંતરાની છાલનો પાઉડર સરખે ભાગે મેળવી પેસ્ટ બનાવી ચહેરા પર લગાવો. ખુલ્લાં છિદ્રો માટે આ અકસીર ઉપાય છે.
કેળાંને છૂંદો. એમાં બે ટીસ્પૂન મીઠું બદામનું તેલ ઉમેરો. ચહેરા પર લગાવી વીસ મિનિટ બાદ હળવેથી ધોઈ સાફ કરી દો.
કાકડીના રસમાં થોડાં ટીપાં રોઝ વોટર ઉમેરી ચહેરા પર લગાવો. વીસ મિનિટ પછી ચહેરો ધોઈ નાખો. આને લીધે ખુલ્લાં છિદ્રો સંકોચાયેલાં લાગશે. કાકડીમાંનું સિલિકા ત્વચાનું ટેક્સચર ઇમ્પ્રૂવ કરશે.
ઍપલ સાઇડર વિનેગર ચહેરા પરનાં છિદ્રોને ટાઇટ કરે છે. આ સોલ્યુશન રૂી લગાવો. થોડી વાર બાદ ધોઈ નાખો.
એક ટેબલસ્પૂન સેન્ડલવુડ અને હળદરના પાઉડરમાં થોડાં ટીપાં બદામના તેલનાં ઉમેરો. પેસ્ટને ચહેરા પર લગાવી વીસ મિનિટ બાદ ઠંડા પાણીથી સાફ કરો.
બેકિંગ સોડા ચહેરા પરના વધારાના તેલ અને ડર્ટને દૂર કરે છે. બે ટેબલસ્પૂન બેકિંગ સોડા હૂંફાળા પાણીમાં મિક્સ કરી પેસ્ટને ચહેરા પર ગોળાકાર ફેરવી લગાવી દો. પાંચ મિનિટ બાદ ચહેરો ઠંડા પાણીથી ધોઈ નાખો. ટમેટાં છિદ્રોની સાઇઝ નાની કરે છે અને ચહેરા પરના વધારાના તેલને દૂર કરે છે. ટમેટા સો ઓટમીલ ઉમેરી એનો ફેસપેક ચહેરા પર ત્રીસેક મિનિટ રાખવાી સારું રિઝલ્ટ મળે છે. રૂના પૂમડાને છાશમાં બોળી નાક અને ફેસ પર લગાવવાથી પણ ચહેરા પરનાં ખુલ્લાં છિદ્રો સંકોચાય છે.