How To Wash Your Hair With Shampoo : શું તમે જાણો છો કે શેમ્પૂનો ઉપયોગ કરવાની સાચી રીત કઈ છે? ખરેખર મોટાભાગના લોકો ભીના વાળમાં જ સીધુ શેમ્પૂ લગાવી દે છે. જ્યારે કેટલાક લોકો એવા હોય છે જે પહેલા સુકા વાળમાં શેમ્પૂ લગાવે છે અને પછી પાણીથી માથું ભીનું કરે છે. મોટાભાગના લોકો વાળ ધોતી વખતે આ રીત અપનાવે છે. તમને એ વાત જાણીને નવાઈ લાગશે કે શેમ્પૂ લગાવવાની આ બંને પદ્ધતિ ખોટી છે અને તમારા વાળને નુકસાન પહોંચાડી શકે છે. જો તમે તમારા વાળને સ્વસ્થ અને મજબૂત બનાવવા માંગો છો, તો શેમ્પૂ લગાવવાની સાચી રીત વિશે જરૂરથી જાણી લો.
જો તમે પણ આ રીત અપનાવશો તો તમારા વાળ સ્વસ્થ અને ચમકદાર બનશે. તો ચાલો જાણીએ કે વાળમાં શેમ્પૂ કરવાની સાચી રીત કઈ છે.
શેમ્પૂ લગાવવાની સાચી રીત કઈ છે?
સૌપ્રથમ તો પહોળા દાંતાવાળા કાંસકો અથવા બ્રશની મદદથી તમારા વાળને સારી રીતે ઓળી લો. ત્યારબાદ યાદ રાખો કે તમારા વાળ ન ખેંચાઇ નહીંતર તમારા વાળ તૂટી શકે છે. હવે વાળમાં સીધું શેમ્પૂ લગાવવાને બદલે તમારે પહેલા તેને પાણીમાં મિક્સ કરીને પછી વાળમાં લગાવવું જોઈએ. સૌ પ્રથમ તમારે મગમાં થોડું પાણી લેવાનું છે અને પછી તેમાં જરૂરિયાત મુજબનું શેમ્પૂ લઈ તેને ઓગાળી લો. હવે આ સોલ્યુશનને વાળમાં લગાવો. ત્યારપછી વાળને પાણીથી ધોઈ લો.
વાળમાં સીધું શેમ્પૂ લગાવવાથી તરત જ શેમ્પૂમાં રહેલા રસાયણો અને સક્રિય સંયોજનો વાળના સંપર્કમાં આવે છે. જેના લીધે વાળને નુકસાન થવાની શકયતાઓ પણ રહે છે.
વાળ ધોતા પહેલા તેલ લગાવવું જરૂરી છે.
કેટલાક લોકો એવું કહેતા હોય છે કે વાળ ધોતા પહેલા વાળમાં તેલ લગાવવું જોઈએ. પણ હકીકતમાં માથું ધોવાના 10 મિનિટ પહેલા વાળમાં સારી રીતે તેલ લગાવવાનું રાખો. ત્યારબાદ હળવા હાથે માથામાં મસાજ કરો. વાળમાં તેલ લગાવવાથી શેમ્પૂમાં રહેલા રસાયણો તમારા વાળ પર એટલી ખરાબ અસર નથી કરતા. તેનાથી તમારા વાળ ચમકદાર અને મુલાયમ બને છે. સાથોસાથ તમારા વાળ પણ સ્વસ્થ રહે છે.
અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.