આખા દિવસના કામ અને થાક પછી દરેક લોકોને ઇચ્છા હોય છે કે રાતે શાંતિથી ઉંઘ આવી જાય. પરંતુ કેટલીક વખત બધું ઠીક હોવા છતાં પણ ઉંઘ નથી આવતી. ન તો કોઇ સ્ટ્રેસ અને ન તો કોઇ મુશ્કેલી, છતાં ઉંઘ ન આવવાનું કારણ સમજી શકાતું નથી. ઘણી વખત આ પાછળનું કારણ હોય છે તમારો ખોરાક. જી હા, રાતે તમે જે ખોરાક લીધો છે, તે તમારી ઉંઘને પ્રભાવિતને કરી શકે છે. તમે ડિનરમાં જે ખાઇ રહ્યો છે તે નક્કી કરી શકે છે કે તમને ઉંઘ આવશે કે નહી. અમે તમને જણાવીશું કે રાતે સારી ઉંઘ મેળવવા માટે તમારે ડિનરમાં શું ખાવું જોઇએ.
એક ગ્લાસ દૂધ:
વૈજ્ઞાનિક અનુસાર પ્રોટીન ટ્રિપ્ટોફેનના બ્લૉક્સ બનાવે છે અને દૂધ ભરપૂર માત્રામાં હોય છે. સૂતા પહેલા દૂધ લેવાનું સારું માનવામાં આવે છે. આયુર્વેદ અનુસાર, દિવસના અંત એક ગ્લાસ ગરમ દૂધથી કરવામાં આવે તો સારું.. તે મગજને શાંત કરે છે. એટલું જ નહી, તેમાં સારા માત્રામાં કેલ્શિયમ હોય છએ, જે ઉંઘ લાવવામાં મદદ કરે છે.
બદામ:
બદામમાં ફેટ, અમીનો એસિડ અને મેગ્નેશિયમથી ભરપૂર હોય છે, તેનાથી સારી ઉંઘ આવે છે. જો તમને ઊંઘ નથી આવતી અને તો તમારા માટે બદામ સારો વિકલ્પ છે, જેનાથી ઝડપથી ઉંઘ આવે છે. તમે ઇચ્છો તો બદામને મધ સાથે પણ ખાઇ શકો છે અથવા તો ગરમ દૂધની સાથે પણ …
કેળાં:
કેળાંમાં ભરપૂર માત્રામાં કાર્બોહાઇડ્રેટ્સ હોય છે. કાર્બોહાઇડ્રેટ્સ ટ્રિપ્ટોફોન બનાવવામાં મદદ કરે છે, જે સારી ઉંઘ લાવવામાં મદદ કરે છે. આ સિવાય કેળામાં ખૂબ માત્રામાં મેગ્નેશિયમ મળે છે, જે મસલ્સ અને નસોને આરામ આપે છે.
મધ:
સૂતા પહેલા મધ લેવું સારો ઓપ્શન છે. મધની પોઝિટિવ અસર આખા શરીરમાં રહે છે. મધ એન્ટી બેક્ટિરિયલ, એન્ટી ફંગલ અને એન્ટી ઑક્સિડેન્ટ્સ છે. મધમાં ટ્રિપ્ટોફોનના પ્રોડક્શનનું કામ કરે છે.
દલિયા: (ફાડા)
દલિયાને હંમેશાથી સારો આહાર માનવામાં આવ્યો છે અને તે પચાવવામાં પણ મુશ્કેલી આવતી નથી. એક વાડકીમાં દલિયા રાતના સમયે ખાવા જોઇએ. દૂધ, મધ, કેળા અને બદામ સાથે દલિયા રાતના સમયમાં લઇ શકાય છે, તે હલ્કું હોય છે અને સહેલાઇથી પચી જાય છે.
આ સિવાય તમારે અમુક વાતનો ધ્યાન રાખવું જોઇએ કે રાતના સમયમાં એવા ડ્રિંક્સ અને આહારથી દૂર રહેવું જોઇએ જે મસાલેદાર હોય, કેફીનયૂક્ત હોય અથવા તો ફેટ યૂક્ત હોય, જે તમારી ઊંઘ બગાડી શકે છે