મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદને જીલ્લા પોલીસ વડાં દ્વારા સંબોધવામાં આવી હતી. આ પત્રકાર પરિષદમાં વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લોકોની મદદ માટે હેલ્પલાઈન નમ્બર જાહેર કરવામાં આવ્યો હતો. મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લોકોની મદદ માટે હેલ્પલાઇન નમ્બર જાહેર કરવામાં આવ્યો હતો.
જેમાં મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા આજે પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે મોરબી જિલ્લા ક્યાંય પણ કોઈ પણ વ્યક્તિએ આવા લોકો પાસેથી પૈસા લેવા નહિ અને અધિકૃત બેન્ક અથવા સંસ્થાઓ પાસેથી લોન લેવાનો આગ્રહ રાખવો વધુમાં જેઓ પણ વ્યાજ ના વિષચક્રમાં ફસાયા હોય તેઓ મોરબી જિલ્લા પોલીસ નો સંપર્ક કરે.
મોરબી પોલીસ દ્વારા એક અલગ હેલ્પલાઈન નંબર 93168 47070 જાહેર કરવામાં આવ્યો હતો. આ નંબર પર કોઈપણ વ્યાજ વટાવ માં ચક્રમાં ફસાયેલો વ્યક્તિ પોલીસની મદદ મેળવી શકે છે અને એવા લોકો પાસેથી પૈસા પડાવતા તત્વો પર કડક કાર્યવાહી કરવામાં આવશે વધુમાં ફરિયાદ કરનાર વ્યક્તિની માહિતી અને વિગતો ગુપ્ત રાખવામાં આવશે એવું અંતમાં જણાવ્યું હતું.