ગૂગલના સેકન્ડ જનરેશન પિક્સલ ફોનને સત્તાવાર રીતે 4 ઓક્ટોબરે લોન્ચ કરવામાં આવશે. કંપનીએ આ વાતની જાણકારી આપી છે. ગૂગલે આ વાતને લઈને ઇનવાઇટ પણ જાહેર કર્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે 4 ઓક્ટોબર સુધી અમારી સાથે જોડાયેલા રહો. ગયા વર્ષે પણ 4 ઓક્ટોબરે જ નવા પિક્સલ ફોનનું એલાન કરવામાં આવ્યું હતું અને આ વર્ષે પણ સેકન્ડ જનરેશન પિક્સલ ફોનને લોન્ચ કરવામાં આવશે.
સેકન્ડ જનરેશન પિક્સલ સ્માર્ટફોન્સમાં પણ સ્નૈપડૈગન 835 ચિપસેટ હોવાની આશા છે જે અન્ય હાઇ એન્ડ એન્ડ્રોઇડ સ્માર્ટફોન્સમાં છે. ચર્ચા પ્રમાણે પિક્સલ 2માં 4 જીબી રેમ અને ‘સ્કવીઝેબલ પ્રેશર સેન્સિટીવ’ એજ હશે. આ ટેકલોનોજી જ એચટીસીના ફ્લેગશિપ U11 સ્માર્ટફોનમાં છે. આ સિવાય આ ફોન ધૂળ પ્રતિરોધકતા અને પાણી પ્રતિરોધકતા ધરાવતો હશે.
આ ફોન ઓલવેઝ ઓન ડિસ્પ્લે ટેકનોલોજી સાથે આવી શકે છે. આ ટેકનોલોજી સેમસંગ ગેલેક્સી S8, S8 પ્લસ અને હાલમાં જ લોન્ચ ગેલેક્સી નોટ 8માં જોવા મળી છે.