બ્રાઝીલના રહેવાસી પાઉલો ગેબ્રિયલ ડા સિલ્વા બેરોસ અને કેટ્યુ સિયા લઈ હોશીનો બેરોસે આઠ વર્ષના રીલેશનશીપ પછી ૧૭ નવેમ્બરે લગ્ન ગ્રંથીએ જોડાયા છે. તેની સાથે જ આ બંનેના નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં દુનિયાના સૌથી ઠીંગણા વિવાહિત કપલ તરીકે દાખલ થાય છે.

વાસ્તવમાં, ૩૧ વર્ષનો પાઉલો અને ૨૮ વર્ષની ગેબ્રિયલ કદમાં બહુ ઠીંગણા છે. એક તરફ જ્યાં પાઉલો માત્ર ૩૫.૫૪ ઇંચ લાંબો છે તો બીજી તરફ ગેબ્રિયલ ૩૫.૮૮ ઇંચ લાંબી છે.

જો આ બંનેની ઊંચાઈ ભેગી કરવામાં આવે તો બંને ૭૧.૪૨ ઇંચ થાય છે. જે પહેલાના રેકોર્ડધારી કપલ કરતા ઓછી છે. આ કારણે આ બંને હવે દુનિયાનું સૌથી ઠીંગણુ કપલ છે.

તમને જણાવી દઈએ કે, પાઉલો લાંબા સમયથી પોતાના કદના કારણે ગિનિસ બુકમાં પોતાનું નામ નોંધાવા માંગતા હતો પરંતુ તેની ઈચ્છા હવે પૂરી થઇ છે. મેરેજ પછી હવે કપલનો ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.