જીવનમાં વાળને સ્વસ્થ રાખવા માટે દરરોજ તેની કેર કરવી જરૂરી છે. ઘણી વખત યોગ્ય કેર કર્યા પછી પણ વાળ નિર્જીવ થવા લાગે છે. ત્યારે આ પરીસ્થિતિમાં વાળ ડ્રાય અને ફ્રીઝી થવા લાગે છે.આને કારણે, તમારી પાસે સ્પ્લિટ એન્ડ્સ પણ હોઈ શકે છે. તેનાથી ફાટેલા વાળનો વિકાસ અટકી જાય છે. ત્યારે આ પરીસ્થિતિમાં વાળની લંબાઈ ખૂબ જ ફ્રીઝી થવા લાગે છે. આ સમસ્યાનો ઉકેલ વાળને ટ્રિમ કરવાનો છે. સ્પ્લિટ એન્ડ્સથી છુટકારો મેળવવા માટે તમારા વાળ પર ઘણી વસ્તુઓ લગાવી શકાય છે. આ વસ્તુઓ આપણા રસોડામાં જ હોય છે.

સ્પ્લિટ એન્ડ્સની સમસ્યાને ઓછી કરવા માટે લગાવો આ 5 વસ્તુ

નાળિયેર તેલ :

Are you suffering from split ends problem?? So follow these tips

સ્પ્લિટ એન્ડ્સની સમસ્યા માટે તમે નારિયેળ તેલ લગાવી શકો છો. નારિયેળ તેલમાં એન્ટીઓક્સીડેન્ટની સાથે અનેક કુદરતી ગુણો પણ હોય છે. આ વાળને મોઇશ્ચરાઇઝ કરવામાં અને મોઇશ્ચર આપવામાં મદદ કરે છે. તમારા વાળમાં શેમ્પૂ કરવાના બે કલાક પહેલા વાળમાં નાળિયેર તેલની માલિશ કરી શકો છો. તેનાથી ફાટેલા વાળ સરખા થઈ જાય છે અને ચમકદાર બને છે.

એલોવેરા જેલ :

Are you suffering from split ends problem?? So follow these tips

તમારા વાળને મોઇશ્ચરાઇઝર રાખવા માટે એલોવેરા જેલ વાળમાં લગાવી શકાય છે. એલોવેરા જેલમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે વાળને ઊંડે હાઇડ્રેટ કરે છે. તમે આ એલોવેરા જેલને રાત્રે સૂતા પહેલા અથવા વાળ ધોયા પછી વાળમાં લગાવવાથી પણ ફાયદાઓ થાય છે. દરરોજ એલોવેરા જેલ વાળ પર લાગવાથી તમારા વાળ ડ્રાય અને ફ્રીઝી થતા નથી.

ડુંગળી તેલ :

Are you suffering from split ends problem?? So follow these tips

ડુંગળીનું તેલ વાળ ફાટવા માટે ખૂબ જ ફાયદાકીય છે. આ તેલનો ઉપયોગ કરવાથી ડ્રાય અને ફ્રીઝીની વાળમાં સમસ્યા નથી રહેતી. તમે આ તેલ ઘરે પણ તૈયાર કરી શકો છો અથવા બજારમાંથી પણ ખરીદી શકો છો અને તેને વાળમાં લગાવી શકો છો. ડુંગળીનું તેલ બનાવવા માટે, સરસવ અથવા નાળિયેર તેલમાં ડુંગળીને ઉકાળી તેને એક બોટલમાં ભરો અને વાળમાં શેમ્પૂ કરતા પહેલા આ તેલનો ઉપયોગ કરો.

દહીં અને મધ :

Are you suffering from split ends problem?? So follow these tips

 

વાળને સ્વસ્થ રાખવા માટે તમે દહીં અને મધ પણ વાળમાં લગાવી શકો છો. સ્પ્લિટ એન્ડ્સને ઘટાડવા માટે આ એક મહત્વનું હેર માસ્ક છે. હેર માસ્ક બનાવવા માટે એક બાઉલમાં થોડું દહીં લો ત્યારબાદ તેમાં 1 ચમચી મધ ઉમેરી તેની પેસ્ટ બનાવીને વાળની લંબાઈ પર લગાવો ત્યારબાદ અડધા કલાક પછી સાદા પાણીથી વાળ સાફ કરો.

બનાના માસ્ક :

Are you suffering from split ends problem?? So follow these tips

બનાના હેર માસ્ક વાળ પર લાગવાથી ફ્રીઝી અને શુષ્ક વાળમાં રાહત મળશે. આ માસ્ક તમારા વાળને ચમક અને મોઇશ્ચરાઇઝ્ રાખવમાં મદદરૂપ બને છે.કેળામાં મોઇશ્ચરાઇઝિંગ ગુણ હોય છે જે તમારા વાળને હાઇડ્રેટ કરવામાં મદદ કરે છે.આ તમામ વસ્તુઓનો ઉપયોગ કરીને તમે સ્પ્લિટ એન્ડ્સની સમસ્યાથી રાહત મેળવવામાં મદદરૂપ બને છે .

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.