ડ્રાય સ્કિન અને વાળની પરેશાની ચવા માટે મોઇશ્ચરાઇઝર અથવા ક્રીમનો ઉપયોગ તો કરતા જ હશો, જેની અસર અમુક કલાકોમાં ખતમ થઇ જાય છે. તમે પણ આ સમસ્યાથી રાહત મેળવવા ઇચ્છો છો તો, તમારાં કિચનમાં સરળતાથી મળતી મલાઇની મદદ લો.મલાઈ તમારો રંગ નિખારવામાં મદદ કરશે અને આપશે ગ્લોઇંગ સ્કિન.તો જાણો મલાઈ ના ફાયદા
મલાઈના ફાયદા :
ડ્રાય સ્કિનથી બચવા માટે તમે મલાઇ અને બેસનનો પણ ઉપયોગ કરી શકો છો. નહાતી વખતે 2 ચમચી મલાઇમાં 1 ચમચી બેસન મિક્સ કરીને તમારાં ચહેરા અને હાથ પર લગાવો. થોડીવાર એમ જ રહેવા દો અને પછી તેને ધોઇ લો.
મલાઇની મદદથી તમે શુષ્ક વાળની પરેશાની દૂર કરી શકો છો. આ માટે નહાતા પહેલાં થોડી મલાઇ લો અને તેને વાળ પર યોગ્ય રીતે લગાવો. અડધા કલાક બાદ તેને ધોઇ લો. અઠવાડિયામાં આવું 2 વખત કરો.
મલાઇમાં ચપટી કેસર મિક્સ કરીને ચહેરા અને ગરદન પર લગાવો. અડધા કલાક સુધી એમ જ રહેવા દો અને પછી ધોઇ લો. દર બીજાં દિવસે તેનો ઉપયોગ કરો અને મેળવો ગોરી સ્કિન. શિયાળામાં તમે મલાઇ અને હળદરની પેસ્ટનો પણ ઉપયોગ કરી શકો છો. આનાથી તમને ડ્રાય સ્કિનમાં પણ રાહત મળશે.
શિયાળામાં ડ્રાય સ્કિનને કારણે તમારાં ચહેરા પર ગ્લો ઓછો થઇ જાય છે. તમારાં આ ખોવાયેલા ગ્લોને પાછો લાવશે. આ માટે હળદર, બેસન અને મલાઇ મિક્સ કરીને ચહેરા પર લગાવો. અડધા કલાક બાદ ધોઇ લો.
શુષ્ક હોઠ માટે મલાઇમાં મધ મિક્સ કરીને લગાવો. સૂકાઇ ગયા બાદ હળવા હાથે મસાજ કરતાં ધોઇ લો. તેનો ઉપયોગ ચહેરા ઉપર પણ કરી શકાય છે
જો તમને ડાર્ક સર્કલ્સની પરેશાની છે અને તેનાથી બચવાના ઉપાય શોધી રહ્યા છો તો મલાઇની મદદ લો. રાત્રે સૂતા પહેલાં મલાઇ અને કેસ્ટર ઓઇલ મિક્સ કરીને ડાર્ક સર્કલ્સ પર લગાવો. સવારે ઉઠીને ધોઇ લો.