આજકાલ બદલાતી જીવનશૈલી લોકોના જીવનને અસર કરી રહી છે. ચિંતા લોકોને બીમાર બનાવે છે. વધુ પડતો સ્ટ્રેસ પણ તમારા ચહેરા પર દેખાવા લાગે છે. સોજેલો ફેસને વાસ્તવમાં કોર્ટિસોલ ફેસ પણ કહેવામાં આવે છે. જેમાં વ્યક્તિનો ચહેરો સોજેલો અને ગોળાકાર દેખાવા લાગે છે. આ વધારે પડતાં સ્ટ્રેસને કારણે થાય છે. તો જાણો કે તમે કેવી રીતે તણાવ ઓછો કરીને તમારા ફુલેલા ચહેરાને સુધારી શકો છો.
ચહેરા પર સોજો કેમ આવે છે? તેની સારવાર જાણો
મોટાભાગના લોકો તણાવથી પીડાય છે. તેના કારણે ચહેરા પર સોજો આવી શકે છે. કોર્ટિસોલના ઉત્પાદનના સ્તરમાં વધારો થવાથી ચહેરા પર સોજો આવે છે અને લગભગ તમામ પુખ્ત વયના લોકો રોજિંદા તણાવથી પીડાય છે. જો તમારો ચહેરો પણ ફુલેલો હોય તો તમારે તેની સારવાર અને કારણ જાણવું જોઈએ. વધુ પડતું મીઠું ખાવાથી પણ આ સમસ્યા થાય છે. જો તમને કોઈ એલર્જી છે અથવા કોઈ વસ્તુ માટે દવા લઈ રહ્યા છો. તો ચહેરા પર સોજો પણ આવી શકે છે.
ચહેરા પર સોજો થવાના કારણો
અપૂરતી ઊંઘ
અપૂરતી ઊંઘના કારણે ચહેરો ફૂલી શકે છે. ફ્લૂઈડ રિટેંશનના કારણે આ પ્રોબ્લેમ થઈ શકે છે. જ્યારે સૂઈએ ત્યારે ફ્લૂઈડ રેસ્ટ મોડમાં હોય છે અને તે ફેસની આસપાસ જમા થવા લાગે છે. ઘણી વાર ખોટી રીતે સૂવાને કારણે પણ ચહેરા પર સોજો આવી શકે છે.
અનહેલ્ધી ડાયટ
સૂતા પહેલા અનહેલ્ધી ફૂડ ખાવાને કારણે પણ ચહેરો ફૂલી શકે છે. જેમાં ફાસ્ટફૂડ- બર્ગર-પિત્ઝા, પ્રોસેસ્ડ મીટ અને ચિપ્સ શામેલ છે. આ ફૂડમાં સોડિયમ વધુ હોય છે. જેના કારણે શરીરમાં પાણી જમા થવા લાગે છે અને ચહેરો સોજી જાય છે.
બચવા માટેના ઉપાયો
તેનાથી બચવા માટે પોતાની જાતને હાઇડ્રેટેડ રાખો એટલે કે પુષ્કળ પાણી પીઓ. આ સિવાય તમે બરફથી મસાજ કરી શકો છો અને ચહેરાની મસાજ પણ કરી શકો છો.
અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.