સપનુ હોય છે માણસને, આગળ વધવુ અને નવી કારર્કીદી તરફ પહોચવુ તેમજ પોતાને કાંઇક કરી દેવાની તથા સાબિત કરવાની ક્ષમતા ઇન્સાનને સફળતા સુધી પહુચાડે છે.
આજકાલ નોકરી મેળવવી એ કોઈ પડકારથી ઓછું નથી. આ માટે પહેલા ઇન્ટરવ્યુ પાસ કરવું ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં લોકો આ માટે સંપૂર્ણ તૈયારીઓ કરે છે. જો 5 ઉમેદવારો ઇન્ટરવ્યુ માટે ગયા હોય અને તે બધાનો અભ્યાસ પણ સરખો હોય તો પણ 5માંથી માત્ર 1 અથવા તો કંપનીમાં જેટલી જગ્યા છે તેટલા જ ઉમેદાવાર સિલેક્ટ થશે. આવી સ્થિતિમાં, ઇન્ટરવ્યુમાં સાચા જવાબ આપ્યા પછી પણ, કેટલાક ઉમેદવારો સિલેક્ટ નથી થતા.
ઇન્ટરવ્યુ દરમિયાન માત્ર તમારા જ્ઞાન પર જ નહીં પરંતુ તમારી પર્સનાલિટી પર પણ ધ્યાન આપવામાં આવે છે. જેમાં તમારી બેસવાની રીત, ડ્રેસિંગ સેન્સ, વાત કરવાની રીત બધું જ જોવામાં આવે છે. આવી સ્થિતિમાં, તમારે ઇન્ટરવ્યુ માટે જતી વખતે તમારી પર્સનાલિટી પર પણ ધ્યાન આપવું જોઈએ.
– જ્યારે આપણે એક નવી રાહ અને નવી દિશામાં જઇ રહ્યા હોય છે. ત્યારે તેમાં વચ્ચે આવતા અનેક આરોપોનો સામનો કરવો જ‚રી બને છે.
-આજે પણ ઇન્ટરવ્યુનો સામનો કરવામાં લોકોને ડર લાગેછે
-ઇન્ટરવ્યુ મુખ્યત્વે પરિબળોમાં નકારાત્મક વિચારો, કોમ્યુનિકેશન સ્કીલનો અભાવ, ,જરૂરી જ્ઞાનનો અભાવ, કોન્ફીડન્સનો અભાવ સમાવેશ થાય છે
– જેને કારણે લોકો નિષ્ફળ નિવળે છે. પણ જ‚રી વાત એ છે કે અંગ્રેજી બોલતા કે પછી ઓછા માર્કસ કોઇપણ કંપની આ કારણોની પસંદગી આપતા નથી.
– પરંતુ કંપની તમારામાં રહેલી ક્ષમતા, શક્તિ, ધગસ, અને કોન્ફીડન્સ જોવામાં આવે છે.
– આ બધી વસ્તુ દરેક માણસમાં રહેલી હોય છે. પણ માણસ ઓળખી શકતો નથી અને ખોટા જ નકારાત્મક વિચારોથી નિષ્ફળ બની જાય છે.
– જો તમારામાં રહેલું એક લક્ષ્ય અને એક સિધ્ધાંત જીવનને બધા ડરોને હરાવી શકે છે. અને તમને આગળ વધારી શકે છે.
1. ઇન્ટરવ્યૂમાં જતા પહેલાં કંપની અંગે થોડું સંશોધન કરો
ઇન્ટરવ્યૂમાં જતા પહેલાં એ જાણવાનો પ્રયાસ કરો કે તમારી સાથે સવાલ-જવાબ કોણ કરવાનું છે અને તેમની અંગે શક્ય એટલી માહિતી મેળવી લો.
તેનું વાર્ષિક ટર્નઓવર કેટલું છે? તેનું સંચાલન કોણ કરે છે? મુખ્ય હરીફ કંપનીઓ કઈ છે?
કંપનીની વેબસાઇટ પરથી આ માહિતી મળી શકે છે.
તેના પરથી નોંધ કરી લો, નામ જાણી લો અને તમે કેટલું સંશોધન કર્યું છે તેનો ખ્યાલ આવે તેવા કેટલાક સવાલો તૈયાર કરી લો.
મુલાકાતના દિવસે તમે આત્મવિશ્વાસ અને પૂરતી તૈયારી સાથે પહોંચો તે માટે આટલી માહિતી મેળવવી જરૂરી છે.
ઈન્ટવ્યું લેનાર કંપની વિશે જાણી લો
તમે જે કંપનીમાં ઈન્ટરવ્યું આપવા જઈ રહ્યા છો તે કંપની વિશે સંપૂર્ણ માહિતી તમારી પાસે હોવી જોઈએ કારણ કે ઇન્ટરવ્યુમાં ઘણી વખત કંપની સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવે છે. જો તમે પ્રાઈવેટ કંપનીમાં ઈન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છો, તો તમે તેની વેબસાઈટ પર જઈને પણ તેના વિશે માહિતી મેળવી શકો છો. આનાથી તમારો ઇન્ટરવ્યુ લેનારી ટીમ પણ પ્રભાવિત થશે.
ગભરાયા વિના જવાબ આપો
ઈન્ટરવ્યુમાં જ્યારે પણ કોઈ પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે નર્વસ થયા વિના પૂરા આત્મવિશ્વાસ સાથે પૂછાયેલા પ્રશ્નોના ઓછા શબ્દોમાં સાચા જવાબ આપો. કોઈ પણ જવાબ આપતી ગભરાશો નહીં. ઉતાવળમાં ઘણી વખત ઉમેદવારો ખોટા જવાબો આપે છે, તેથી વધુ સારું રહેશે કે તમે વિચારો અને પછી પ્રશ્નનો જવાબ આપો.
ડરશો નહીં
જ્યારે પણ તમે ઈન્ટરવ્યુ માટે જાઓ ત્યારે પૂરા આત્મવિશ્વાસ સાથે જાઓ. તમે જે રીતે ચાલો છો, તમે જે રીતે વાત કરો છો અને તમે જે રીતે કપડા પહેરો છો તે બધું ઇન્ટરવ્યુ ટીમને ખૂબ અસર કરે છે.
તમારા રેફરન્સને તૈયાર રાખો
ઇન્ટરવ્યુ પછી જ્યારે કંપની તમારી પાસેથી રેફરન્સ માંગે છે, તો તમને કોઈ સમસ્યા ન હોવી જોઈએ. જો તમે તમારી જૂની કંપની અથવા સહકર્મચારી સાથે આ વિશે અગાઉથી જ વાત કરી લેશો, તો તમને કોઈ સમસ્યાનો સામનો નહીં કરવો પડે. સામાન્ય રીતે કંપની 3-5 રેફરન્સ માંગે છે. તમારા રેફરન્સ લિસ્ટમાં નામ અને સંપર્ક સંબંધિત માહિતી સ્પષ્ટ રીતે લખેલી હોવી જોઈએ. તેમાં મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ હોવું જરૂરી છે.
આવું કરવાથી પડશે ખોટી છાપ
ઇન્ટરવ્યુ પછી થનારી વાતચીતમાં તમારી અવ્યવહારુ માગણીઓ તમારા માટે ભારે પડી શકે છે. ઇન્ટરવ્યુ દરમિયાન શિફ્ટના કલાકો અને જોબ લોકેશન જાણી લો. પછી આને લઈને કોઈ સમસ્યા ન આવવી જોઈએ. જો ઉમેદવાર ઇન્ટરવ્યુ પછી પગારને લઈને તેમની અપેક્ષામાં ફેરફાર કરે છે, તો આનાથી તેમની ખોટી છાપ પડે છે.
ઇન્ટરવ્યુ બાદ ઇમેલ મોકલો
ઇન્ટરવ્યુમાં સામેલ થયા પછી એક પ્રોટોકોલનું ધ્યાન રાખવું પડે છે. ઇન્ટરવ્યુના 24 કલાકની અંદર ઇન્ટરવ્યુનું લેનાર અથવા આયોજન કરનાર વ્યક્તિનો આભાર વ્યક્ત કરતા એક ઇમેલ મોકલવો જરૂરી હોય છે. જો તેઓ આગામી થોડા દિવસોમાં તમને આગળની પ્રોસેસ સાથે સંબંધિત માહિતી નહીં આપતા, તો બીજો મેઇલ મોકલીને તમારી જાતે જ કન્ફોર્મ કરી લો. તમે HR મેનેજરને કોલ પણ કરી શકો છો. જો કોઈ કારણસર તમારું સિલેક્શન નથી થતું તો પણ રિક્રૂટરને LinkedIn પર એડ કરી લો.