લગ્નમાં પ્રસંગમાં અથવા તહેવારોમાં લોકો ભાડેથી કપડા, તેમજ અન્ય વસ્તુઓ લાવતા હોય છે ત્યારે મધ્યપ્રદેશના શિવપુરી વિસ્તારમાં પત્નીઓ પણ ભાડેથી મળે છે. ગરીબ ઘરોની છોકરીઓના લગ્ન એવા અમીર લોકો સાથે કરવામાં આવે છે જે પોતાની પત્ની લાવી શકતા નથી. તેમાં ચૌકાવનારી વાત તો એ છે કે આ કુપ્રથા વિરુધ્ધ કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. આ પ્રથાને મધ્ય પ્રદેશમાં દઘીચ પ્રથાના નામથી ઓળખવામાં આવે છે.
માત્ર ૧૦ રૂપિયાથી લઇને ૧૦૦ રૂપિયા સુધીની ડીર પર સહી કર્યા બાદ તે મહીલાનો પતિ બદલાઇ જાય છે. મહેસાણા, પાટણ, રાજકોટ, અને ગાંધીનગર જેવા જિલ્લામાં મહિલાઓની કમીએ ગરીબો તેમજ એજન્ટોને પૈસા કમાવી માલામાલ કરી દીધા છે. જો કે આ કુપ્રથાને વધારવામાં મહિલાઓ ખુદ પણ જવાબદાર છે જ્યાં સુધી મહિલાઓ આ અન્યાયો માટે ન્યાય મેળવવાં માંગ કરશે નહીં ત્યાં સુધી આ પ્રથાને અંત મળે તેમ નથી.