નાની વયથી જ શ્રવણશક્તિ નબળી પડવી એ ચિંતાનો વિષય

વિશ્વ શ્રવણ દિવસની સમગ્ર વિશ્વમાં ઉજવણી થઇ રહી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને 3 માર્ચ, 2007માં પહેલીવાર આ દિવસ ઉજવવામાં આવ્યો હતો. 2016માં આ દિવસને ‘વલ્ર્ડ હીયરિંગ ડે’ તરીકે જાહેર કરવામાં આવ્યો. મનુષ્યના શરીરમાં પાંચ ઈન્દ્રિયોનું ખૂબ મહત્ત્વ છે. આંખ, કાન, નાક, જીભ, ત્વચા. આ પાંચ ઈન્દ્રિયોમાં મનુષ્યને સાંભળવા માટેની ઈન્દ્રિ એટલે કાન. એમ કહેવાય છે કે દીવાલોને પણ કાન હોય છે ત્યારે કાનનું મહત્વ મનુષ્યદેહમાં ખૂબજ મહત્વનું રહેલું છે. વધી રહેલા ધ્વનિ પ્રદૂષણને લીધે લોકોને ઓછું સાંભળવાની તકલીફમાં દીવસે ને દીવસે વધારો થઈ રહ્યો છે.

ઈયરફોનમાં બિનજરૂરી સતત ગીતો સાંભળવાથી લોકોમાં કાનની બીમારી થવાનું પ્રમાણ વધ્યું છે. જેમાં લોકોની બેદરકારીને લીધે કાનના રોગોનું વહેલાસર નિદાન ન થવાથી પરિણામે દર્દીને બહેરાશનો ભોગ બનવું પડે છે. પરંતુ જે રીતે વિજ્ઞાન આગળ વધી રહ્યુ છે. તેને જોતા બહેરાશ દુર કરવા માટેના સાધનો અને ઉપકરણો પણ વિકસાવવામાં આવ્યાં છે. જે બાળક નાનપણથી જ બોલવા અને સાંભળવામાં સક્ષમ નથી તેઓ માટે કોકલિયર ઈમ્પ્લાન્ટ અને સ્પીચ થેરાપી આશીર્વાદ સમાન છે.

ભારત સરકારનો કોકલીયર ઈમ્પ્લાન્ટ પ્રોજેક્ટ છે જેનો હેતુ કોઈ બાળક બહેરુ કે મંગુ ના રહે તે માટે પ્રયત્ન કરવામા આવી રહ્યો છે.  આ દિવસ માત્ર  મૂકબધિર બાળકો માટે નથી.  આ દિવસની ઉજવણી વિશ્વની દરેક વ્યક્તિ માટે છે. આ માટે ૂવજ્ઞ પણ આ બાબતે મહત્ત્વનું કામ કરી રહી છે.  બહેરાશ અને સાંભળવાની સમસ્યા અટકાવવા લોકોમાં જાગૃતિ લાવવા માટે દર વર્ષે 3 માર્ચને વિશ્વ શ્રવણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.  કાન માત્ર સંભાળવાનું કામ નથી કરતા તે આપણા શરીરને સમતોલ પણ રાખે છે.

શ્રવણશક્તિએ આપણા આરોગ્યનો મહત્વપૂર્ણ અંશ છે. બાળકના જન્મ પછી  જો માતાપિતા દ્વારા બાળકોનો સમયસર હીયરીંગ રિપોર્ટ કરાવી લેવામાં આવે તો તેને થોડી ઘણી પણ બહેરાશની સમસ્યા હોય તો તે દુર થઈ જાય અને બાળક સમાન્ય બાળકની જેમ જ સંભાળતું થઈ શકે છે.

મૂકબધિર બાળકો માટે સ્પીચ થેરાપી આશીર્વાદરૂપ : ડો.કશ્યપ પંચોલી

સ્માઇલ કેર સ્પીચ અને હિયરીંગ કલીનિક સ્થાપક ડો કશ્યપ પંચોલીએ અબતક સાથે થયેલી વાતચીતમાં જણાવ્યું કે 3 માર્ચે વર્લ્ડ હિયરિંગ ડેની ઉજવણી કરવામાં આવે છે.  ઉજવવાનો હેતું એ છે કે જે સાંભળવાની ક્ષતિ  ન થાય તે માટે  કાનની બહુ સારી રીતે સંભાળ કરી શકીએ અને ભવિષ્યમાં  સાંભળવાની  અથવા બોલવાની સમસ્યા ન થાય એની જનજાગૃતિ માટે સમગ્ર વિશ્વમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

આ દિવસે મૂકબધિર બાળકોને પ્રોત્સાહન આપીએ છીએ. બાળકમાં બહેરાશ દુર કરવા માટે સરકાર દ્વારા  આરબીએસકે અંતર્ગત કોકલિયાર ઇમ્પ્લાન્ટ પ્રોજેકટ શરુ છે. આ પ્રોજેક્ટ હેઠળ મૂકબધિર બાળકો માટે ફ્રીમાં સારવાર કરવામાં આવે છે. તે પ્રોજેક્ટ વિશે લોકોને અવગત કરાવીએ છીએ. વર્લ્ડ શ્રવણ દિવસે સૌ લોકોએ ચોક્કસપણે  કાનની જાળવણી કેવી રાતે રાખવી જોઈએ તે વિશે માહિતી આપવામાં આવે છે.વાલીઓમાં અવેરનેશ ન હોવાનાં કારણે અનેક બાળકો બહેરાશનો ભોગ બને છે. માટે વલીઓમાં આ બાબતે સમજણ લાવવી ખૂબજ જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.