ટેક્સ નામ સાંભળતા જ દરેક વ્યક્તિના હોંસ ઉડી જાય છે કારણ માત્ર એ જ કે કરદાતાઓને ટેક્સ ભરવામાં બહું પણોજણમાંથી પસાર થવું પડે છે તો કરદાતાઓની આવી કફોડી સ્થિતિને દૂર કરવા ઇન્કમટેક્સ વિભાગ દ્વારા ક્વાયત શ‚ કરી છે જેનાં પરિણામ ‚પે આઇટી વિભાગ એક નવી એપ્લીકેશન પર કાર્યરત થઇ છે જેમાં કરદાતાનાં દરેક પ્રશ્નનો હલ ઉપલબ્ધ હશે….
આ એપમાં ટેક્સ ચુકવાથી માંડીને આઇટી વિભાગનાં કોઇપણ ડિપાર્ટમેન્ટ સાથે વાત કરવાની સહુલીવત આપવામાં આવશે. જેમાં કરદાતાની તમામ ડિટેઇલ્ડ માહિતી પણ રાખવામાં આવશે.
કોઇપણ મધ્યસ્થિનાં હસ્તક્ષેપ વગર અહિં ડાયરેક્ટ કાર્યવાહી થશે જેનાથી આઇટી વિભાગ અને કરદાતા બંનેની સગવતા સરવાશે. આ એપ્લીકેશન કરદાતાનાં મોબાઇલ અને ડેસ્કટોપર બંને પર આવી શકે તેવી કાર્યવાહી થઇ રહી છે તો જોવું એ રહ્યું કે આ પ્રકારની સગવડતાથી ડાયરેક્ટ ઓનલાઇન ટેક્સ ચુકવવામાં સફળતા મળશે કે કેમ….? આખરે રહ્યું તો સરકારી ખાતુને….!