આજના આ ભાગ-દોળવાળા યુગમાં લોકો એટલા બીઝી થઈ ગયા છે કે, પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે પણ તેઓ બેદરકાર થઈ ગયા છે. લિફ્ટ ની સગવડ આવતા જ સીડી નો ઉપયોગ ઓછો થઈ ગયો છે. આપણે થોડા પગથિયાં ચઢતા જ શ્વાસ ચડવા લાગે છે. બાળકો અને યુવાનોએ ફાસ્ટ ફૂડ ખાય ને તેના શરીર બેડોળ બનાવી દીધા છે. આ સમયે આપણે આપણા સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ બનીએ અને યોગ અને જીવનનો ભાગ બનાવીએ એ હેતુથી દરવર્ષે 21 જૂન દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
યોગાસનોના મહત્વ ને ધ્યાનમાં રાખીને આજે તમને અમુક સરળ અને ખૂબ ઉપયોગી યોગાસન ના નામ અને તેનાથી થતા ફાયદા વિશે જણાવીશું. જેનાથી શરીરની ચરબી તો ઓછી થશે જ સાથે સાથે ઘણી બીમારીઓ સામે પણ રક્ષણ મળશે.
સૂર્ય નમસ્કાર:
સૂર્ય નમસ્કારમાં 12 સ્ટેપ્સ હોય છે. સૂર્ય નમસ્કાર વજન ઘટાડવામાં ખૂબ ઉપયોગી છે. દરરોજ સૂર્ય નમસ્કાર કરવાથી ચરબી તો ઓછી થાય જ છે સાથે સાથે ફેફસા, પાંસળીઓ અને ગરદનના સ્નાયુઓ મજબૂત બને છે.
ત્રિકોણાસન:
ત્રિકોણાસન ઝડપથી કેલરી ઘટાડી વજન ઓછું કરવા માટે ખૂબ ઉપયોગી છે. નિયમિત ત્રિકોણાસન કરવાથી કમર ની ચરબી ઘટે છે. શરીરના પાછળના ભાગની ચરબી ઓછી થાય છે. આ આસન કરવામાં વધારે ઝડપ ન કરવી જોઈએ.
ભુજંગાસન :
ભુજંગાસન કરતી વખતે કમર અને પેટ ના સ્નાયુ ખેંચાય છે. જેનાથી પેટ ની ચરબી ઓછી થાય છે. નિયમિત 10 વખત આ આસન કરવાથી પેટ અને નિતંબ ની ચરબી ઝડપથી ઘટાડી શકાય છે.
ધનુરાસન:
ધનુરાસન કરતી વખતે શરીર ધનુષ્ય ના આકારમાં વાળવાનું હોય છે. આ આસન કરવાથી પેટ, જાંઘ અને નિતંબ ની ચરબી ઓછી કરી શકાય છે. આ આસન નિયમિત કરવાથી પેટ અને કમર માં લચકતા આવે છે.