ટેટૂ બનાવવાની પરંપરા ખૂબ જૂની છે, જૂના જમાનાની વાત કરોતો લગ્ન પછી ઘણીવાર પતિ-પત્ની એકબીજાના નામ લખાવતા હતા.કેટલાક લોકો તેમના બાળકોના હાથમાં તેમના નામના ટેટૂ દોરવતા જેનાથી બાળકો ખોવાય જાય કે હાની થાય ત્યારે તેમને ઓળખવામાં સરળતા રહે છે. આજના યુવાનોમાં ટેટૂ દોરાવવાનું ચલણ વધારે જોવા મળે છે.
યુવાનોમાં નામ લખવાની સાથે સાથે અલગ અલગ પ્રકારની ડિઝાઇન પોતાના શરીરમાં દોરાવે છે.આ જોઈએ તો હવે ટેટુ દોરવવા એ સ્ટાઈલીસ સીબોલ થઈ ગયા છે. પરંતુ તેમા ઘણા જોખમો રહેલા છે.ટેટુ દોરાવવાથી ઘણા ચેપી રોગો થવાની શક્યતાઓ રહેલી છે. ટેટુ દોરાવતી વખતે સુરક્ષા,સફાય અને સ્વાસ્થયનું ધ્યાન રાખવું જોઈએ
બિમારીઓથી બચ્ચો
કોસ્મેટિક એક્સપર્ટની વાત માંનીએતો ટેટૂથી ઘણા પ્રકારનાં ચેપી રોગો થવાના જોખમ રહેલ છે.જેવા કે હેપેટાઇટિસ, એચઆઇવી, ગ્રાન્યુલોમસ અને કેલિઓડ જેવા રોગો થઈ શકે છે. એચઆઇવી અને હેપેટાઇટીસ એ,બી.સી લોહીના ચેપથી થતી બિમારીઓ છે જે ટેટૂ દોરાવતી વખતે એક ને એક સોય નો વારંવાર ઉપયોગ. કરવાને કારણે ફેલાય છે ગ્રેન્યુલોમ્સ ટેટુની આસપાસ શરીરમાં થતા પ્રતિક્રિયાથી થાય છે. આ જ રીતે ટેટૂ થી ત્વચા પર કેલીયોડ થવાનું પણ જોખમ છે. કેલીઓડ એક પ્રકારનો ઘાવ છે. જ્યાં ચામડી લાલ થઈ જાય છે અને ત્યાં એલર્જી થય છે
ઇંકની ગુણવતાટેટુ આર્ટિસ્ટની વાત માંનીએતો આજકાલ નાના અને લો કોસ્ટ આર્ટિસ્ટ ચાઇનીઝ ઇંકનો ઉપયોગ કરે છે જે ખુબ ખતરનાક છે તેનાથી બચવા હમેસા સારા આર્ટિસ્ટ પાસેજ ટેટુ દોરવવું જોઈએ.જેનાથી ચામડીને લગતા રોગોથી બચી શકીએ.
સ્થાયી અથવા અસ્થાયી ટેટૂ
એક્સપર્ટની વાત માનીએ તો જો ફેશન અને સ્ટાઈલ માટે જ ટેટુ દોરવતા હોય તો તેવા લોકોને અસ્થાઈ ટેટુ બનાવવા જોઈએ. જેથી તેને દુર કરાવવું તેટલુજ સરણ રહે છે અને તે ચામડીને નુકસાન પણ નથી કરતું. સ્થાઈ ટેટુ જેટલું દોરાવવું સરળ છે તેટલુજ તેને દુર કરવુ મુશ્કેલ બને છે.
રસી(ટીકા) લગાડવી
ટેટુ દોરવવા જનાર લોકોની જાણકારી માટે કહીએતો ટેટુ દોરવતા પહેલા હેપેટિટીસ બી ની રસી(ટીકા) લગાડવી જોઈએ. આસીવાય ટેટુ બનાવવાની કલામાં જે એક્સપર્ટ છે તેની પાસેજ ટેટુ દોરાવવું જોઈએ.જેની પાસે ટેટુ દોરાવિયું છે તે ટેટુ એક્સપર્ટ તે સાધનો અને સાફ સફાયની પૂરી કાળજી રાખે છે.જે જગ્યાએ ટેટુ દોરાવ્યું છે તે જગ્યાએ એન્ટીબાયોટીક ક્રિમ લગાડવી જોઈએ.
ટેટુ બનાવવાના સાધનો
ટેટુ દોરાવતી વખતે આ વાત જાણવી કે ટેટુ આર્ટિસ્ટની દુકાન સાફ છે કે નહી અને ટેટુ દોરવાના તમામ સાધનો છે જેવાકે હાથ મોજા, માસ્ક,સોઈ,તમામ પ્રકારની સ્લાઇડ વગેરે. જો તમને સ્વાસ્થને લગતી કોઈ તકલીફ હોય જેવી કે હદયરોગ, એર્લજી, ડાયાબીટીસ જેવા રોગો હોયતો ટેટુ દોરવતા પહેલા તમારા ફેમેલી ડોક્ટરની સલાહ લેવી જોઈએ જો તમને કર્લ્યોડ જેવી એર્લજી હોયતો આપણે પરમીનેટ ટેટુ પણ ન દોરાવવું જોઈએ.