વોર્ડ રોબની વાત આવે તો તેમાં મુખ્ય જીન્સ આવે છે. જે કેઝ્યુઅલ હોવાની સાથે દરેકનું પસંદગીનું પરિધાન છે. જેને લગભગ દરેક પ્રસંગે પહેરી શકાય છે. તો આવો જોઇએ કેટલીક ખાસ બાબતો જે જીન્સની ખરીદીને વધુ રસપ્રદ અને સરળ બનાવે છે.
– તમારી પર્સનાલીટીને ધ્યાનમાં રાખીને જીન્સ ખરીદો, ઓફિસમાં જીન્સ પહેરીને જાવું પસંદ કરો છો તો એકદમ લાઉડ જીન્સ લેવાનું ટાળો. ગમે તેટલું કેઝ્યુઅલ વાતાવરણ હોય પરંતુ ઓફિસ ઓફિસ જ હોય છે. ત્યાં તમારા વ્યક્તિત્વને નીચું ન દેખાડો.
– કર્ંફ્ટઝોનથી બહાર નીકળીને પણ ખરીદી કરો. એવું અનેકવાર બનતું હોય છે કે તમને એક જ પ્રકારનું જીન્સ પસંદ આવતું હોય છે. પરંતુ નવી ફેશનને પણ ક્યારેક અપનાવવી શકાય છે. જેનાથી તમારો આત્મવિશ્ર્વાસ પણ વધે છે. એટલે જ જુદા-જુદા પ્રસંગે પ્રસંગોપાત જીન્સ લેવા જોઇએ. જેમ કે ઓફિસ, બહાર જવું, પીકનીક, આઉટડોર દરેક સમય અનુસાર જીન્સની પસંદગી.
– જીન્સના જુદા-જુદા કલરમાં પસંદગી હોવી જોઇએ.
– હંમેશા જીન્સના મટીરીયલ પર ધ્યાન દેવું જોઇએ. અનેકવાર ફેશનને ફોલોક કરી એવા જીન્સ લઇ આવીએ છીએ જેને પહેરવાથી અનકર્ંફ્ટ ફિલ થાય છે. જીન્સમાં ખાસ ૮૦% કોટન હોય એવા અને લીનના હોય તેવા જીન્સ ખરીદવા જોઇએ.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com