માફી માગશો તો ઓછા દંડમાં પતશે
ગુજરાત અલગ રાજય બન્યું ત્યારથી ‘દારૂ બંધી’નો કાયદો અમલમાં છે. તાજેતરમાં ‚પાણી સરકારે દારૂ બંધીનો કાયદાને કડક બનાવવાનો નિયમોમાં સુધારા કરીને ૧૦ વર્ષ સુધીની સજાની જોગવાઈ કરી હતી. આ કાયદામાં સુધારો લાવવા તજવીજ થઈ રહી છે.
અત્યાર સુધી દારૂ પીતા પકડાયેલા આરોપીને કોર્ટમાં રજૂ કરીને કોર્ટ ઉઠતા સુધી બેસીરહેવાની અને ૩૦૦થી ૫૦૦ રૂ.નો દંડ કરી છોડી મૂકવા નિર્ણય થયો હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદ જિલ્લાના આ શહેરના બે વ્યકિતઓ સુરેશ કાવતલીયા અને કાળુ ખાવલીયાએ તેમનાપર થયેલા દારૂ પીવાના એક કેસમાં પોતે દોષિત નથી તેવું કોર્ટમાં જણાવ્યું હતુ જેથી કોર્ટે એફએસએલ રીપોર્ટ કરાવવાનો હુકમ કર્યો હતો.
જેમા તેમના લોહીમાં નિયત માત્રા કરતા વધારે દારૂનું પ્રમાણ જોવા મળ્યો હતો. જેથી તેમના વકીલોએ લોહી પરીક્ષણમાં ખામીઓ રહી ગયાનું અને ફોરેન્સીક લેબોરેટરીનો રિપોર્ટ ખોટો હોવાની દલીલો કરી હતી.
જે બાદ, બરવાળા કોર્ટે આ બંને આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. તેમને કલમ ૮૫ (૧) હેઠળ જાહેર સભાઓમાં જાહેર શેરીઓમાં નજર રાખવા માટે એક વર્ષની સજાનો હુકમ કરવામાં આવ્યા હતો. જયારે આઈપીસીની કલમ ૬૬ (૧) હેઠળદા‚ પીવા માટે બે મહિનાની જેલની સજા તથા ૫૦૦ રૂ નો દંડ ફટકારવામાંઆવ્યો હતો.
જયારે વિરમગામના રાજેન્દ્ર સોલંકી, રાજેશ ચૌહાણ, સંજય પાર્થીવભાઈ અને અમદાવાદના નરેન્દ્ર લક્ષ્મણભાઈ કે જૈને પણ કોર્ટ દોષિત ઠેરવ્યા બાદ ઓછી સજા માટે વિનંતી કરી હતી.
ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ જે.એન. ભટ્ટ દ્વારા પક્ષકાર કરવામાં આવેલ આકેસમાં કોર્ટનો સમય અને બચાવવા માટે આવા આરોપીને લઘુતમ સજા કરવામાં આવે તેવું જણાવ્યું હતુ જેથી આ મુદે વિચારણા કરીને બોમ્બે પ્રોહીબીશન એકટમાં સુધારા કરીને બનાવાયેલા ગુજરાત પ્રોહીબીશન એકટમાં સુધારા કરવા સરકારે તજવીજ હાથ ધરી છે.