તમે કેટલા વર્ષના છો તમે ક્યાં રહો છો તેના કર્તા વધારે મહત્વનું એ છે કૅ તમારી કારકિર્દીના ધ્યેયો શું છે ? દુનિયામાં કોઈ પણ કામ એવું નથી કૅ કોઈ વ્યક્તિ ના કરી શકે બધા જ વ્યક્તિ પોતાના જીવનમાં સફળતા મેળવાની ઈચ્છા ધર્વતા જ હોય છે પરંતુ સફળતા મેળવવી એટલી પણ સહેલી નથી. જીવનમાં ઘણા પરીવર્તન કરવા પડે છે એ માટે આજે અમે તમને સફળતા મેળવવાની ચાર ચાવીઑ વિષે જણાવીશું.
૧) પરિશ્રમ :
શું સફળતા માનવીને આપોઆપ મળી જાય છે ?… ના તેના માટે માનવીને તદન પરિશ્રમ કરવો પડે છે. મહેનત વિના સફળતા અશક્ય છે માટે પરિશ્રમએ સફળતાની પ્રથમ ચાવી છે.
૨) સમજદારી:
જીવનમાં ઘણી બધી પરિસ્થિતીનો સામનો કરવો પડે છે એ માત્ર આપના પર જ નિર્ભર છે કૅ આપણે સમજદારીથી પરિસ્થિતીને આનંદમાં પરીવર્તન કરી છીએ કૅ અસમજદારીથી પરિસ્થિતીને મુશ્કેલીમાં પરીવર્તન કરી છીએ
૩) સમયનો સદ્ ઉપયોગ:
આજકલ માનવી સમયનો દૂરપયોગ વધારે કરે છે. સમય ખૂબ જ કીમતી વસ્તુ છે એક વાર સમય પસાર થાય જતાં તે પાછો નથી આવતો . જો તમે સમયનો સદ્ઉપયોગ કરી શકશો તો જ તમે સફળતા મેળવી શકશો.
૪) ત્યાગ:
ત્યાગ જ સફળતાનું મૂળમંત્ર છે. જીવનમાં સફળતા મેળવવા માટે ભૌતિક સુખ સુવિધાઓ ત્યાગ ખૂબ જરૂરી છે .