દરેક વ્યક્તિના જીવનમાં આહારએ ખૂબ અગત્યની ભૂમિકા ભજવે છે. આહાર જો સારો લેવામાં આવે તો સ્કીનની કોઈપણ સમસ્યા થતી નથી તેવું અનેક સ્કીનના ડોક્ટરો સલાહ આપે છે. જ્યારે સ્કીનની અનેક સમસ્યાઓ પુર્ષો તેમજ મહિલાઓ બન્નેને અનેક વાર થતી હોય છે. રોજિંદા જીવનમાં આહાર તો લેવાતો હોય છે,પણ રોજના જીવનમાં અનેક આહાર ભાવતા હોય તેનું સેવન વધુ થતું હોય અને ના ભાવતી દરેક વાનગી આહારમાં લોકો લેતાં ટાળી નાખતાં હોય છે. ત્યારે અનેક આહાર તે સ્કીન માટે ખૂબ ફાયદાકારક હોય છે. ત્યારે બન્ને પુરુષ તેમજ મહિલામાં એક ખીલની સમસ્યા ખૂબ વધુ જોવા મળે છે. ત્યારે આ ખીલની સમસ્યાના નિદાન માટે આહારમાં આ વસ્તુ ખાસ કરી આ સ્કીનની સમસ્યા માટે ખૂબ ફાયદાકારક છે.
દેશી ટામેટા
રોંજિંદા જીવનમાં ઘરમાં સલાડમાં પાકા ટામેટાનું સેવન કરવું જ જોઇએ કારણ ટામેટા મુખ્ય રીતે એન્ટીઓક્સિડેંટ સાથે વિટામિન સી તેમજ પોટેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે જે સ્કીનની સમસ્યા માટે ખૂબ ફાયદાકારક છે.
કાજુ-બદામ
માત્ર શિયાળામાં જ નહીં પણ દિવસભરમાં કોઈપણ એક વાર ડ્રાયફ્રૂટનું સેવન કરવું કારણ તેમાં અનેક પ્રકારનું સિલીયમનો સમાવેશ થાય છે જેથી સ્કીનમાં થતો સોજો સ્કીનમાં થતી નથી સાથે એ સ્કીન કેર માટે ખૂબ ઉપયોગી થાય છે.
વધુ પાણીનું સેવન
સ્કીન માટે ખૂબ ઉપયોગી તે પાણી કારણ પાણી એ ત્વચાને હાયડ્રેડ કરે છે. પાણી તે ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. વધુ પાણી તેમજ ફળ કે ફ્રૂટ જેમાં પાણીનું પ્રમાણ વધુ હોય તે ત્વચા માટે ખૂબ ઉપયોગી બને છે.
ગ્રીન ટી
ચા તો દરેક વ્યક્તિ સવારે અને બોપોરે પિતાજ હોય છે પરંતુ શું તમે ગ્રીન ટીનું સેવન કરો છો ? કારણ ગ્રીન ટીના કરવાથી ત્વચા ખૂબ મુલાયમ તેમજ બ્લડ ફ્લોને વધારે છે સાથે ત્વચાને પણ ઑક્સીજન પૂરતી પ્રમાણમાં મળતું રહે છે.