- બાફેલા બટાકા- 250 ગ્રામ
- ચોખા (બાફેલા/ભાત)- 250 ગ્રામ
- જીરા પાવડર- 1 ટી. સ્પૂન
- લાલ મરચું – 1 ટી. સ્પૂન
- ધાણા પાવડર – 1 ટી. સ્પૂન
- હળદર – 1/4 ટી. સ્પૂન
- ગરમ મસાલો- 1/2 ટી. સ્પૂન
- ચાટ મસાલો – 1 ટી. સ્પૂન
- મીઠું – 1 ટી. સ્પૂન
- ધાણા – 10 ગ્રામ
- કોર્ન સ્ટાર્ચ – 2 ટેબલસ્પૂન
- બ્રેડક્રમ્બ્સ
પહેલા એક બાઉલ લો. તેમાં બટાકા, ભાત, ધાણા, જીરા પાવડર, જીરું, લાલ મરચું, હળદર, ગરમ મસાલો, મીઠું તેમજ ચાટ મસાલો નાંખીને મિક્ષ કરો. આ મિશ્રણ કર્યા બાદ તેમાં કોર્ન સ્ટાર્ચ નાંખો. અને તેને ફરી વાર મિક્ષ કરો.હવે થોડું-થોડું મિશ્રણ લો અને તેનાં નાના-નાના બોલ્સ બનાવો. આ બોલ્સને બ્રેડક્રમ્બ્સમાં તેનો રોલ કરો. પછી તમે એક પેન લો. તેમાં તેલ લો અને તેને ગરમ કરો. અને તમે તૈયાર કરેલાં બોલ્સને ફ્રાય કરો. ત્યાં સુધી તેને ફ્રાય કરો કે જ્યાં સુધી તે બોલ્સ હળવા બ્રાઉન થઇ જાય.