પહેલો પ્રેમ એટ્લે જીવનભરનું મીઠું સંભારણું, પરંતુ પહેલા પ્રેમની લાગણીઓમાં એવી કેટલીક ભૂલો થયી જાતિ હોય છે જેના કારણે આ પ્રેમની મીઠી યાદોમાં કડવાશ ભળી જાય છે તો જે લોકો પ્રથમ પ્રેમમાં છે તેઓએ ખાશ જાણવી જોઈએ આ બાબતો…
જ્યારે પણ વ્યક્તિ નવા સંબંધની શરૂઆત કરે છે ત્યારે જૂના રિલેશન જેવા કે પરિવાર મિત્રો વગેરેને અવગણવાનું શરૂ કરી ડે છે, પરંતુ એ નવા સંબંધ ક્યારેક અસફળ નીવડે છે પરંતુ જે તમારા પરિવારજનોએ છે અને તમારા મિત્રો છે જે ગમે તેવા મુશ્કેલ સમયમાં તમારી સાથે જ હોય છે. તો તેને ક્યારેય અવગણવા ન જોઈએ.
સંબંધની શરૂઆત પ્રેમની લાગણી સાથે થયી છે ત્યારે એ પ્રેમની લાગણીમાં એટલું પણ ન વહી જવું કે તમારી આવનારી જિંદગીમાં એ બાબતે અફસોસ કરવાનો વારો આવે. અને એટ્લે જ દિલથી જોડાયેલા રિલેશનમા મગજથી વિચારીને સામે વળી વ્યક્તિને પ્રેમ જાતવો.
દિલ દૂ:ખવું એ પ્રેમમાં બનતી સામાન્ય ઘટના છે જ્યારે તમે તમારા દિલની વાતથી લઈને તમારા સુખ દૂ:ખ તમામ વાતો સાથીને કહો છો ત્યારે એવું પણ બનતું હોય છે કે એ બાબતે સાથી તમને ના ગમે તેવી વાત કે વ્યવહાર પણ કરે.
પ્રેમ આંધળો હોય છે ત્યારે એ પ્રેમમાં વહી જવા કરતાં એટલું ધ્યાન રાખવું જરૂરી છે કે તમે અને સાથી તમારૂ પોતાનું માનસન્માન જાળવી રાખવા સક્ષમ હોવા જોઈએ.
વ્યક્તિ જ્યારે પ્રેમમાં હોય છે ત્યારે એવું મોટાભાગે બનતું હોય છે કે તે પ્રેમ સિવાયની બીજી બધી જવાબદારીઓ ભૂલી જતો હોય છે. પરંતુ માત્ર એક સંબંધ માટે બાકી બધુ ભૂલવું એ કેટલું યોગ્ય છે ?
પ્રેમ એટલે સમર્પણ પરંતુ એટલું પણ સમર્પણ ન હોય કે સામે વળી વ્યક્તિ તમને સમજી જ ન શકે. તમે સાથીના દરેક શોખ અને નાની નાની બાબતોનું સંપૂર્ણ ધ્યાન રાખતા હો ત્યારે તમારે પણ તમારા શોખ બાબતે સાથીને અવગત કરાવવા જરૂરી છે.
મોટાભાગના નવા નવા પ્રેમીઓ સામે વાળી વ્યક્તિ માટે પોતાની લાઇફસ્ટાઇલ બદલી નાખતા હોય છે, પરંતુ એવું કરવું યોગ્ય નથી અને એટલે જ જ્યાં સુધી તમે ખુદ તમારી રીતે કઈ ખોટું ન સમજો ત્યાં સુધી બદલવું ન જોઈએ.
તરુણાવસ્થા એવો સમય છે જ્યારે મોટા ભાગના યુવક યુવતીઓ પોતાના પ્રથમ પ્રેમમાં પડી ગયા હોય છે જેનું મુખ્ય કારણ ફિલ્મોની અસાર હોય છે જે માત્ર એક કલ્પના હોય છે જેનું અનુકરણ કરવું એ યોગ્ય બાબત નથી.
અનુભવ એ સૌથી મોઠી શિક્ષા છે. જી હ અનેકવાર એવું બનતું હોય છે કે પહેલો પ્રેમ કોઈને કોઈ કારણથી છૂટી ગયો હોય છે એને તે અનુભવ એ લાઇફનો એવો અનુભવ હોય છે જે ઘણું બધુ શીખવી જતો હોય છે.