દરેક યુવતીની ઈચ્છા હોય છે કે તેનો ચહેરો હમેશા સુંદર લાગે અને ક્યારે પણ તેની સુંદરતમાં કોઈ ખામી ન આવે. જેના માટે તે રેગ્યુલરલી બ્યુટી પરલરની મુલાકાત લેતી રહેતી હોય છે. ચહેરાની સુંદરતનો એક મહત્વનો ભાગ એટલે આઇબ્રો જેને શેપમાં રાખવા માટે તેને થ્રેડીંગની મદદથી ત્યાના વધારાના વાળ કઢાવવા પળે છે પરંતુ જો તે વ્યવસ્થિત રીતે નથી કરવામાં આવતું તો મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે. તો આવો જાણીએ કે થ્રેડીંગ કરાવતા સમયે કઈ કઈ બાબતોની વિશેષ કાળજી લેવી જોઈએ.
જ્યારે પણ થ્રેડીંગ માટે પાર્લરમાં જાવ ત્યારે સતર્ક રહી એ ધ્યાન રાખવું જરૂરી છે કે આઇબ્રોની વચ્ચે જાજી જગ્યા ન રહે તેમજ તેના કિનારાના માત્ર વધારાના વાળ જ નીકળે, આઉપરાંત એ પણ ધ્યાન રાખવું જરૂરી છે કે આઇબ્રોનું માત્ર ટ્રીમીંગ થાય.
આઇબ્રોને નેચરલ લૂક આપવા માટે તેને જ્યારે પણ પેન્સિલથી લાઇન કરો ત્યારે તેના શેડ કરતાં 1 કે 2 પીઓન્ત લાઇટ શેડ વળી પેન્સિલ એપ્લાય કરવી.
જ્યારે પણ મેકઅપ કરો ત્યારે આઇબરોને શેપ આપતા પહેલા બેઝ્ડ મેકઅપ જેવો કે કાંસીલર, ફાઉન્ડેશન,કોમ્પેક્ટ લગાવ્યા બાદ જ આઇબ્રોને શેપ આપવો અને એ પણ તેનાથી ડાર્ક કલરનો ન હોવો જોઈએ. જો એવું હશે તો તેનો નેચરલ લૂક નહીં આવે.