ઉત્તર ભારતના હિલ સ્ટેશન્સ:
શિલોંગ:

શિલોંગ મેઘાલયમાં આવેલું છે. ‘પૂર્વના સ્કોટલેન્ડ’ તરીકે ઓળખાતું શિલોંગ, ઢળતી ટેકરીઓ અને શાંત વાતાવરણથી ભરેલું છે. અહીંના ઝરણા, લાકડાના જંગલો અને મોજમસ્તી ભરેલા બજારો પ્રવાસીઓને ખૂબ આકર્ષે છે. અહી એલિફન્ટ ફૉલ્સ અને ઉમિયામ તળાવ જોવાલાયક છે.
ગેંગટોક:

ગેંગટોક સિક્કિમમાં આવેલું છે. પૂર્વીય હિમાલય પર્વતમાળામાં સ્થિત, ગંગટોક આધુનિક અને પ્રાચીન સંસ્કૃતિનું સુંદર મિશ્રણ પ્રદાન કરે છે. નાથુલા પાસ, ચાંદીપુર તળાવ અને રુમટેક મઠ જેવા સ્થળો ગેંગટોકની મુલાકાતને યાદગાર બનાવે છે. જે તમારા હૃદય ને સપર્સ કરી જશે.
દાર્જીલિંગ:

દાર્જીલિંગ પશ્ચિમ બંગાળમાં આવેલું છે. દાર્જિલિંગ એક મનમોહક અને આકર્ષણ હિલ સ્ટેશન છે. આ શહેર વિશ્વપ્રસિદ્ધ ટોય ટ્રેન, ટાઈગર હિલ અને ચા બગીચાઓ માટે જાણીતું છે. અને આ સ્થળની વારંવાર મુલાકાત લેવાનું મન થાય એવું છે.
તવાંગ:

તવાંગ અરુણાચલ પ્રદેશમાં આવેલું છે. અરુણાચલ પ્રદેશનું આ પહાડી નિવાસસ્થાન એક સુંદર સ્થળ છે. ભારતનું એક સુંદર અને શાંતિમય હિલ સ્ટેશન, જ્યાં તવાંગ મોનાસ્ટ્રી અને સેલા પાસ ફરવા જેવાં છે.
મીરિક:

મીરિક પશ્ચિમ બંગાળમાં આવેલું છે. આ એક સુંદર સ્થળ છે જ્યાં તમે કંચનજંગાના અદભુત દૃશ્યોથી જાગી જાઓ છો, પાઈનના જંગલ અને મીરિક તળાવ મીરિકને અનન્ય બનાવે છે. ત્યારબાદ તમે નજીકના સ્થળો અને ચાના બગીચાઓને જોઈ તમારો દિવસ વિતાવી શકો છો.
દક્ષિણ ભારતના હિલ સ્ટેશન્સ:
પોનમુડી:

પોનમુડી કેરળમાં આવેલું છે. ઘણા ટ્રેકિંગ ટ્રેલ્સ, દુર્લભ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ, જંગલી ઓર્કિડ અને વિદેશી પતંગિયાઓ સાથે, આ સ્થળ તમને આકર્ષિત કરશે. નાની પર્વતમાળા, ઓર્કિડ ફાર્મ અને પવનિયાર ડેમ જેવા સ્થળો પોનમુડીની ખાસિયત છે.
ઊટી

ઊટી તમિલનાડુમાં આવેલું છે. જો તમે કોઈ સ્થળ શોધી શકતા નથી, તો ઊટી એ જગ્યા છે જ્યાં તમારે હોવું જોઈએ. અહીં ટોય ટ્રેનમાં સવારી કરી શકો છો અને ઊટી તળાવ પર બોટિંગ પણ કરી શકો છો. આ ‘દક્ષિણ ભારતનું રાણી હિલ સ્ટેશન’ કહેવાય છે, જ્યાં ઊટી તળાવ, ડોડાબેટ્ટા પીક, અને સિમ્સ પાર્ક ફરવા જેવાં છે.
કૂર્ગ:

કૂર્ગ કોફી અને મસાલાઓના બગીચાઓ અને આસપાસ લીલાછમ જંગલોથી ઘેરાયેલું છે. કૂર્ગ તમારી સફરને રોમાંચક બનાવે છે. અને જંગલ ટુર પણ ઓફર કરે છે.
પશ્ચિમ ભારતના હિલ સ્ટેશન્સ:
માઉન્ટ આબુ:

માઉન્ટ આબુ રાજસ્થાનમાં આવેલું છે.આ હિલ સ્ટેશનને રણમાં ઓએસિસ કહેવામાં આવે છે અને રાજસ્થાનની તીવ્ર ગરમીથી બચવા માટે આ એક સારો વિકલ્પ છે. રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન, જ્યાં નક્કી લેક, દિલવાડા જૈન મંદિરો અને ગુરૂ શિખર જોવાલાયક છે.
મહાબળેશ્વર:

મહાબળેશ્વર મહારાષ્ટ્રમાં આવેલું છે તેની મનમોહક લેન્ડસ્કેપ અને શાંત દૃશ્યો માટે પ્રખ્યાત છે. કુદરતી દૃશ્યો વચ્ચે પ્રવાસનો આનંદ માણવા માટે આ હિલ સ્ટેશન જોવાલાયક છે. અહીં પ્રટાપગઢ કિલ્લો, અને એલિફન્ટ હેડ પોઈન્ટ એક અદ્ભુત પ્રવાસનો અનુભવ આપે છે.
પંચગની:

પંચગની મહારાષ્ટ્રમાં આવેલું છે. સહ્યાદ્રી પર્વતમાળામાં પાંચ ટેકરીઓ વચ્ચે સ્થિત પંચગની એક સુંદર હિલ સ્ટેશન.’પાંચ ટેકરીઓનું નગર’ તરીકે ઓળખાતા આ સ્થળે સિડ્ની પોઈન્ટ અને ટેબલ લૅન્ડ જોવાલાયક છે.
મધ્ય ભારતના હિલ સ્ટેશન્સ:
ઓમકારેશ્વર ટેકરી:

ઓમકારેશ્વર ટેકરી મધ્યપ્રદેશમાં આવેલું છે. આ એક પવિત્ર હિલ સ્ટેશન છે, જે મીની વારાણસી તરીકે પણ પ્રખ્યાત છે. આ તે સ્થાન છે જ્યાં ભગવાન શિવને સમર્પિત ઓમકારેશ્વર મંદિર આવેલું છે.
હોર્સલી ટેકરીઓ:

હોર્સલી ટેકરીઓ આંધ્ર પ્રદેશમાં આવેલું છે. પક્ષીઓ અને પ્રકૃતિ પ્રેમીઓ માટે આ સ્થળ ફરવા લાયક છે. વનસ્પતિ અને શાંતિમય વાતાવરણથી ભરેલું આ સ્થળ ખાસ કરીને પક્ષીપ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે. જો તમે સાંસારિક જીવન દૂર જવા માંગતા હો, તો આ સુંદર સ્થળ છે.