બજાર માં છાશનો મસાલો મળે છે. પણ એ ઘર જેટલો સ્વાદિષ્ટ નથી હોતો. એમાં બહુ મજા પણ નથી આવતી. જો ઘરે જ છાશનો મસાલો બનાવો તો એ બહુ જ સરસ અને સ્વાદિષ્ટ બને છે. પાછો એ હેલ્થી પણ હોય જ છે. તો આજે જ જાણી લો છાશ નો મસાલો બનાવની રીત.
છાશનો મસાલો બનાવવા જરૂરી સામગ્રી :
૧૦ ચમચા મીઠું
૧ ચમચો આખા મરી
૧ ચમચો આખું જીરું
૧ ચમચો સૂકા ધાણા
૧ ચમચો તમાલ પત્ર
૧ ચમચો ફુદીનાનો પાઉડર
૧ ચમચી સુંઠ પાઉડર
૧ ચમચો સંચળ પાઉડર
છાશનો મસાલો બનાવવાની રીત :
એક કડાઈ ગરમ કરવા મૂકી ત્યારબાદ તેમાં આખા મરી, જીરું, ધાણા અને તમાલ પત્ર ઉમેરો. અને ધીમા ગેસ પર ૫ મિનિટ સુધી શેકો. બધું શેકાશે એટલે સુગંધ આવશે. હવે બરાબર શેકાય જાય એટલે ગેસ બંધ કરી દો. અને આ બધા ને ઠંડુ પાડવા દો. બરાબર ઠંડુ થઇ જાય એટલે મિક્ષર જાર માં લઇ તેને પીસી લો એમાં મીઠું ઉમેરો અને ફરી એક વાર પીસી લો બરાબર પીસાય જાય એટલે એક વાસણમાં આ પીસેલો મસાલો કાઢી લો આ પીસેલા મસાલા માં સુંઠ પાઉડર, સંચળ અને ફુદીના નો પાઉડર ઉમેરો અને બરાબર મિક્સ કરો. બધું બરાબર મિક્સ થઇ જાય એટલે હવાચુસ્ત બરણીમા આ છાશ નો મસાલો ભરી લેવો આ મસાલો છાશ, સલાડ, ફ્રુટ બધા માં નાખી શકાય છે. તો આજે જ બનવો આ છાસનો મસાલો.