હાલના સમયમાં લોકો મસાલેદાર ખાવાનું વધુ પસંદ કરે છે. માટે આ વાનગી સ્પેશિયલ ખાણીપીણીના શોખીનો માટે છે તો ચાલો બનાવીએ કઈક મસાલેદાર અને ચટપટ્ટુ.
આલુ બાસ્કેટ ચાટ બનાવવા જોઈશે સામગ્રી :
નાના બટેટા ૫૦૦ ગ્રામ
ફણગાવેલા મગ-મઠ ૨૦૦ ગ્રામ
કાકડી ૧ નંગ
ટમેટા ૨ નંગ
દાડમ ૧ નંગ
ઝીણી સેવ ૧૦૦ ગ્રામ
ગળી ચટણી ૧ વાટકી
તીખી ચટણી ૨ ચમચા
કોથમીર ૧ ચમચો
ચાટમસાલો ૧ ચમચો
જીરૂ પાવડર ૧ ચમચો
મીઠુ પ્રમાણસર
રીત :
(1) બટેટા ધોઈને મીઠુ નાખીને બાફીલો. તેના બે ભાગ કરો. છાલ ઉતારી લો. બટેટાને વચ્ચેથી સ્કૂપ કરીને વચ્ચેનો ગર કાઢીલો. આમ કરવાથી ગોળ વાટકી જેવા બાસ્કેટ તૈયાર થશે. તેના ત્રણ ભાગ પાડો.
(2) ફણગાવેલા મગ-મઠ બાફીલો. કાકડી ટમેટાના નાના નાના પીસ કરો. દાડમ છોલી લો.
(3) આલુ બાસ્કેટમાં નીચે લીલી ચટણી લગાડો તેના ઉપર ફણગાવેલા મગ-મઠ નાખો. તેના ઉપર કાકડી ટમેટાના ઝીણા પીસ નાખો. તેમાં મીઠુ-જીરૂનો પાવડર નાખો. તેના ઉપર દાડમ ઝીણી સેવ- ચાટ મસાલો- ગળી ચટણી- તીખી ચટણી કોશમીર નાખીને બધા બાસ્કેટ તૈયાર કરો. તો બસ આલુ બાસ્કેટ ચાટ તૈયાર છે.