મોબાઇલ ફોનમાં સ્ટોરેજની સમસ્યાથી ઘણી વાર આપણે કંટાળી જતા હોઈએ છીએ. કેટલીક વાર તો એક ફોટો ક્લિક માટે પણ જગ્યા નથી રહેતી અને વારંવાર સીસ્ટમ તરફ થી “ઈનસ્ફીસ્યન્ટ સ્પેસ”નો મેસેજ આવી જાય છે. તો શું તમે પણ આ સ્ટોરેજ સમસ્યાથી કંટાળી ગયા છો ?? તો આ માટે ગુગલની “ગુગલ વન” એપ્લિકેશન ડાઉનલોડ કરો અને અપુરતી સ્ટોરેજના પ્રશ્નને કાયમી વિદાય આપી દો.
ગૂગલ દ્વારા ઘણી બધી એપ્લિકેશનની સુવિધા પૂરી પાડવામાં આવે છે. ત્યારે તાજેતરમાં જ ગૂગલે એક નવી એપ શરુ કરી છે.જેનું નામ ‘ ગૂગલ – વન ‘ એપ છે. આ એપના યુઝરો દિવસેને દિવસે વધતા જાય છે. યુઝરોની સંખ્યામાં ૧૦ કરોડથી પણ વધુ છે. ‘ગૂગલ વન’ લોકોને મેમ્બરશીપ દ્વારા ઘણી બધી સુવિધાઓ પૂરી પાડે છે. આ એપથી લોકોને ફોનમાં સ્ટોરેજ ફુલ થવાની સમસ્યા દૂર થઈ જશે. આ એપને 4.4 ના રેટિંગ મળ્યા છે. રેટીંગ અને યુઝરની સંખ્યા થી જ આપણે અંદાજો લગાવી શકીએ કે આ એપ કેટલી ઉપયયોગપાત્ર હશે.
આ એક મેમ્બરશીપ નો પ્લાન છે જે પ્રિપેડ છે જેમાં ગૂગલ વન પ્લાન ની શરૂઆત 130 રૂપિયા પ્રતિ મહિનાથી થાય છે જેટલું વધુ પ્લાન તેટલી વધુ સ્ટોરેજ ગૂગલ વન દ્વારા આપવામાં આવે છે આમાં એક વર્ષનો પ્લાન પણ ઉપલબ્ધ છે. આ ગૂગલ વન એપથી સ્ટોરેજની સમસ્યા ગાયબ થઈ જશે. સ્ટોરેજ ની સમસ્યા ઓછી થવાથી લોકો પોતાના મોબાઈલ ને વધુ સમય ટકાવી પણ શકશે.