અબતક, રાજકોટઃ
આજના આધુનિક યુગમાં નવીનતમ ટેકનોલોજીથી સજ્જ મોબાઈલ ઉપલબ્ધ છે. આંગળીના ટેરવે મોટાભાગની જરૂરિયાત સંતોષતા મોબાઈલમાં હાલ 64 જીબી સ્ટોરેજ તમામ એન્ડ્રોઈડ ફોનમાં લગભગ પ્રમાણભૂત બની ગયું છે, ત્યારે સ્ટોરેજ સામાન્ય રીતે કોઈ મોટી સમસ્યા નથી. જો કે, તમે તમારા એન્ડ્રોઇડ ફોનની સ્ટોરેજનો યોગ્ય ઉપયોગ ન કરતા હોવ તો તે સમસ્યા બની શકે છે. જો તમે પણ તમારા ફોનની ફૂલ સ્પેસથી પરેશાન હોવ તો તમારે ફોન સ્ટોરેજ સ્પેસ ખાલી રાખવા અમુક ટિપ્સ અનુસરવાની જરૂર છે. અહીં એવી ‘ભૂલો’ છે જે તમારે તમારા એન્ડ્રોઇડ ફોન પર કરવાની બંધ કરી દેવી જોઈએ. જેથી તમારી ફોન સ્પેસ ફૂલ થાય નહિ..!!
મોબાઈલ સ્ટોરેજ ફ્રી રાખવા શું ધ્યાન રાખશો..?
1. ઓનલાઈન ફોટા અને વીડિયો સાચવવાનું બંધ કરો
ફોટા અને વીડિયોએ તમારા ફોન પર સૌથી મોટી જગ્યા રોકતી વસ્તુઓમાંની એક છે. તેથી તમારા ફોટા અને વીડિયોને ઓનલાઈન સાચવવાની બદલે ગૂગલ ફોટોઝ જેવી ક્લાઉડ સ્ટોરેજ સેવામાં સાચવવાનું પસંદ કરો. દરેક ગૂગલ એકાઉન્ટ 15GB મફત સ્ટોરેજ આપે છે જેમાં ગુગલ ફોટોઝનો સમાવેશ થાય છે. આ ખોટી જગ્યા રોકતી વસ્તુને તમારા ફોન પરથી કાઢી નાખો. તમે વાઈફાઈ અથવા મોબાઇલ ડેટાનો ઉપયોગ કરીને એપ્લિકેશનમાં બેકઅપ કરેલી નકલો જોઈ શકો છો.
2. તમારા ઉપકરણને ઓનલાઈન સ્ટોરેજ સેવાઓ સાથે લિંક કરો
આપણામાંના મોટાભાગના લોકો માટે, ફોન પણ પર્સનલ કોમ્પ્યુટર બની ગયા છે. ઓફિસની ઘણી ફાઇલો અને અન્ય મીડિયાને ફોન પર એક્સેસ કરીએ છીએ. આ તમારા ફોન પર સ્ટોરેજને હોગ ન કરે તે માટે, એકાઉન્ટને ગુગલ કલાઉડ, માઈક્રોસોફ્ટ વન ડ્રાઈવ જેવી ક્લાઉડ સ્ટોરેજ સેવાઓ સાથે લિંક કરો.
3. ડાઉનલોડ કરેલી મૂવીઝ, મ્યુઝિક અને અન્ય મીડિયાને નિયમિતપણે દૂર કરો
ખાતરી કરો કે તમે મૂવીઝ, મ્યુઝિક અને અન્ય મીડિયા કે જે તમે નિયમિતપણે ડાઉનલોડ કર્યા છે તે દૂર કરો. ગૂગલ પ્લે માંથી ડીલીટ કરવા આ સ્ટેપ અનુસરો: 1. Play Music અથવા Play Movies & TV જેવી સામગ્રી સાથે Google Play એપ્લિકેશન ખોલો. 2. મેનુ અને પછી સેટિંગ્સ પર ટેપ કરો અને પછી ડાઉનલોડ્સ મેનેજ કરો. 3. ડાઉનલોડને ટેપ કરો અને પછી દૂર કરો. 4. અન્ય સ્રોતોમાંથી સામગ્રીને કાઢી નાખવા માટે, તમે તેને ડાઉનલોડ કરવા માટે ઉપયોગમાં લીધેલ એપ્લિકેશનમાંથી કાઢી નાખો.
4. ઉપયોગ ન કરતા હોય તેવી એપ્સ ઇન્સ્ટોલ ન કરવી
તમે જે એપ્સનો વધુ ઉપયોગ કરતા નથી તેને અનઇન્સ્ટોલ કરો. જ્યારે જરૂર હોય ત્યારે તમે એપને પછીથી ફરીથી ડાઉનલોડ કરી શકો છો. જો તમે એપ્લિકેશન માટે ચૂકવણી કરી હોય, તો તમારે તેને ફરીથી ખરીદવી પડશે નહીં.
5. એપના કેચ & ડેટાને રિમુવ કરો
તમે સામાન્ય રીતે તમારા ફોનની સેટિંગ્સ એપ્લિકેશન દ્વારા એપ્લિકેશનની કેચ મેમરી દૂર કરો, ડેટા ડીલીટ કરો. આ અસ્થાયી ડેટાને કાઢી નાખે છે. મોડેલના આધારે આ સેટિંગ્સ ફોનથી ફોનમાં બદલાય છે.
6. તમારી ગેલેરીમાં વોટ્સએપ પર પ્રાપ્ત ફોટા/વિડિયો સંગ્રહિત ન કરો
વર્ષોથી વોટ્સએપ આપણા મોટાભાગના જીવનનો અભિન્ન ભાગ બની ગયું હોય તેવી સ્થિતિ બની ગઈ છે. આપણે બધા વોટ્સએપ પર ફાઇલ, ફોટા, વીડિયો અને અન્ય મીડિયા પ્રાપ્ત અને શેર કરીએ છીએ. આને ફોનની ગેલેરીમાં સાચવવું એ સૌથી મોટા સ્ટોરેજ કિલર્સમાંનું એક હોઈ શકે છે. ખાતરી કરો કે તમારી પાસે સેવ ટુ ગેલેરી સેટિંગ બંધ છે.
7. નેટિવ એપ્સનું સ્ટોરેજ સેટિંગ ચેક કરો
નેટિવ એપ્સની સ્ટોરેજ સેટિંગ્સ તપાસો. આ એપ્સ ડિફોલ્ટ હોવાથી તેની પાસે તમારા મોબાઈલ ઉપકરણના સ્ટોરેજ માટેની પરવાનગીઓ હશે. ખાતરી કરો કે તમે કાં તો આ એપ્સને અનઇન્સ્ટોલ કરી છે અથવા યોગ્ય સ્ટોરેજ સેટિંગ્સ સેટ કરી છે. જેથી ફૂલ સ્પેસનો પ્રશ્ન ન આવે.
8. ફાયલ્સ બાય ગૂગલનો ઉપયોગ કરો
Files by Google એ એક ફાઇલ મેનેજમેન્ટ એપ્લિકેશન છે જે તમને જંક ફાઇલ અને કેચ મેમરી સાફ કરીને જગ્યા ખાલી કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત સર્ચ અને સરળ બ્રાઉઝિંગ સાથે ઝડપથી ફાઇલ સર્ચ, ડેટા વિના પણ અન્ય લોકો સાથે ઑફલાઇન ફાઇલો શેર કરવા અને ક્લાઉડ પર ફાઇલોના બેકઅપની સુવિધા આપે છે.