“બધાને વેક્સીન, મફત વેક્સીન” ની પરિકલ્પનાને સાકાર કરવાના ઉદેશ્ય સાથે સમગ્ર ગુજરાતમાં આજથી કોવીડ વેક્સીનેશન મહાઅભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો.કોર્પોરેશન દ્વારા ૨૧ આરોગ્ય કેન્દ્ર ખાતે રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ અભિયાનમાં ૧૮ વર્ષથી મોટી ઉમરના તમામ લોકોને સ્થળ પર જ રજીસ્ટ્રેશન કરી કોરોના વેક્સીન આપવામાં આવી રહી છે.
કોર્પોરેશનના ૨૧ આરોગ્ય કેન્દ્ર ખાતે ૧૮ થી મોટી ઉંમરના નાગરિકો ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન કરાવી વેક્સીન લઈ શકશે
વોર્ડ નં. ૧૧ના મવડી આરોગ્ય કેન્દ્ર ખાતે મેયર ડૉ.પ્રદિપ ડવ, મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ, વોર્ડ નં.૧૧/૧૨ ખાતે સાંસદવમોહનભાઈ કુંડારીયા, વોર્ડ નં.૪ના કોર્પોરેટર, વોર્ડ નં.૮ના નાના મૌવા આરોગ્ય કેન્દ્રમાં સાંસદ રામભાઈ મોકરીયા તથા વોર્ડ નં.૦૮ના કોર્પોરેટર અને સંગઠનના હોદ્દેદારો, વોર્ડ નં. ૯/૧૦ના નંદનવન આરોગ્ય કેન્દ્ર ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી,
વોર્ડ નં.૯/૧૦ના કોર્પોરેટર અને સંગઠનના હોદ્દેદારો, વોર્ડ નં. ૭ના રામનાથપરા આરોગ્ય કેન્દ્ર, રામનાથ પરા, શેરી નં.૧૪ ખાતે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ તથા કોર્પોરેટર અને સંગઠનના હોદ્દેદારો, વોર્ડ નં. ૧૮ના કોઠારીયા આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, વોર્ડ નં. ૧૪ના અખિલ હિન્દ મહિલા પરિષદ આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખશ્રી ઉદયભાઈ કાનગડ વોર્ડ નં.૩ના જંકશન પ્લોટ આરોગ્ય કેન્દ્ર ખાતે પૂર્વ મેયર બિનાબેન આચાર્ય, વોર્ડ નં.૨ના સદર આરોગ્ય કેન્દ્ર, ખાતે ડે. મેયર ડૉ.દર્શિતાબેન શાહ, વોર્ડ નં.૫ના આઈ.એમ.એ. આરોગ્ય કેન્દ્ર ખાતે સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ,વોર્ડ નં.૧૭ના ન્યુ રઘુવીર આરોગ્ય કેન્દ્ર ખાતે શાસક પક્ષના નેતા વિનુભાઈ ઘવાં, વોર્ડ નં. ૧૩ના નારાયણનગર આરોગ્ય કેન્દ્ર,
ખાતે દંડક સુરેન્દ્રસિંહ વાળા, વોર્ડ નં.૧ના શ્યામ નગર આરોગ્ય કેન્દ્ર ખાતે ભૂતપૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, વોર્ડ નં.૪ના મોરબી રોડ આરોગ્ય કેન્દ્ર, વોર્ડ નં.૬ના કબીર વન આરોગ્ય કેન્દ્ર,વૉર્ડ નં.૧, સંતકબીર રોડ ખાતે આરોગ્ય સમિતિના ચેરમેન ડૉ.રાજેશ્રીબેન ડોડીયા તથા વોર્ડ નં. ૪ના ભગવતીપરા આરોગ્ય કેન્દ્ ખાતે શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ,વોર્ડ નં.૬ના રામ પાર્ક આરોગ્ય કેન્દ્ર ખાતે અતુલભાઈ પંડિત, વોર્ડ નં. ૧૫ના સ્વ. શ્રી ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્ર ખાતે વોર્ડ નં.૧૫ના પ્રભારી જીણાભાઇ ચાવડા,વોર્ડન નં.૧૬ના પ્રણામી ચોક ખાતે, વોર્ડ નં. ૭ના વિજય પ્લોટ આરોગ્ય ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ભૂતપૂર્વ ચેરમેનશ્રી નરેન્દ્રસિંહ ઠાકુર,વોર્ડ નં. ૧૨/૧૩ના આંબેડકર આરોગ્ય કેન્દ્ ખાતે ભૂતપૂર્વ કોર્પોરેટર રાજુભાઈ બોરીચાએ વેકસીન મહા અભિયાનનો આરંભ કરાવ્યો હતો.