વધતું જતું તાપમાન, વારંવાર આવતું પૂર અને અલ નિનો અસર પણ બેફામ ખનનનું પરિણામ
વિલિયમ પાન ડ્યુક યુનિવર્સિટીમાં ગ્લોબલ એન્વાયર્નમેન્ટલ હેલ્થના એસોસિયેટ પ્રોફેસર છે. તેમણે એક મહત્વપૂર્ણ સંશોધન કર્યું છે જેમાં તેમણે જણાવ્યું છે કે, માનવ અને પર્યાવરણીય સ્વાસ્થ્ કેવી રીતે જોડાયેલા છે તેણી વિસ્તૃત વિગતો રજૂ કરી છે. તેમણે જણાવ્યું છે કે, મરકયુરી જેવા કિંમતી પદાર્થ માટે પૃથ્વીના પેટાળમાં સતત ખનન કરાઈ રહ્યું છે જે જીવશ્રુષ્ટિ અને પૃથ્વીને જોખમમાં મૂકી રહ્યું છે.
તેમણે જણાવ્યું છે કે, હું બે ક્ષેત્રોમાં સંશોધન કરું છું. પ્રથમ એ સમજવું કે આબોહવા, પર્યાવરણ અને માનવ વસ્તી અને વિકાસ ચેપી રોગના સંક્રમણને કેવી રીતે પ્રભાવિત કરે છે. બીજું, સોના અને મરકયુરી માટેનું ખાણકામ કેવી રીતે અમૂલ્ય પૃથ્વીને જોખમ ઉભું કરી રહ્યું છે. આ પ્રવૃત્તિ વૈશ્વિક મરકયુરી પ્રદૂષણનો અગ્રણી સ્ત્રોત છે અને અમે અભ્યાસ કર્યો છે કે કેવી રીતે આ સાઇટ્સથી નૂર અને પરિવહન ખાણોની નજીકની વસ્તીને દૂર સુધી અસર કરે છે.
મહત્વપૂર્ણ બાબત છે કે, મરકયુરી એક બહુ-અંગ રસાયણ છે. તે સીસા જેવું છે જ્યાં તે શરીરની બહુવિધ પ્રણાલીઓને અસર કરે છે. હૃદય, પ્રજનન સ્વાસ્થ્ય, રોગપ્રતિકારક પ્રતિક્રિયાઓ વગેરેને આ બાબત અસર કરનારી છે. તે કેન્દ્રીય ચેતાતંત્રને પણ અસર કરે છે અને કાયમી ન્યુરોલોજીકલ સમસ્યાનું પણ કારણ બની શકે છે. જેમાં જ્ઞાનાત્મક વિકાસ, બુદ્ધિઆંક વગેરેમાં ઘટાડો થાય છે. અમે શોધીએ છીએ કે પારાના સંપર્કમાં આવતા બાળકોમાં નીચા હિમોગ્લોબિન સ્તરો સાથે એનાઇ-માઇક થવાની શક્યતા વધુ હોય છે. તેઓ હેપેટાઇટિસ-બી, ન્યુમોનિયા, મેનિન્જાઇટિસ વગેરે સામેની રસીઓને પણ નબળી પાડે છે. અમને આબોહવા પરિવર્તન-પ્રેરિત અસરો આરોગ્ય પર અસર કરે છે તે પણ જણાયું છે. ઉદાહરણ તરીકે, અલ નીનો પારાના સ્તરના માનવ સંપર્કને પ્રભાવિત કરે છે.
ખાણકામ જેવી માનવ પ્રવૃત્તિઓ ઘણીવાર હાનિકારક પર્યાવરણીય પ્રતિક્રિયાઓનું પાન્ડોરા બોક્સ ખોલી શકે છે. જયારે મૂળ સ્વરૂપમાંથી મેથાઈલમર્ક્યુરી નામના કાર્બનિક સ્વરૂપમાં પરિવર્તિત થાય છે.
જે રીતે સતત ખનન કરવામાં આવી રહ્યું છે તેના લીધે વાતાવરણને પ્રતિકૂળ અસર થઇ રહી છે. અલ નિનો અને લા નિનો પણ ક્યાંક આ બાબતની જ અસર છે. અલ નિનો પૂરને નોતરું આપે છે જે પૃથ્વી પરની જીવ શ્રુષ્ટિને નાશ કરનારું પરિબળ બની શકે છે.
પૃથ્વીના એક છેડે થનારૂ ખનન બીજા છેડે પણ વિનાશ સર્જી શકે છે!!
હાલ જે અહેવાલ સામે આવ્યો છે તે મુજબ માનવી કિંમતી ધાતુઓ મેળવવા માટે સતત ખનન કરી રહ્યો છે ત્યારે તેણી પ્રતિકૂળ અસર વાતાવરણથી માંડી પાણી સુધી થઇ રહી છે. અલ નિનો અસર પણ આ બાબતને લીધે જ ઉભી થઇ છે. હવે મહત્વપૂર્ણ બાબત એ છે કે, આ પ્રવૃતિઓને લીધે સ્થાનીકોને તો માંદગીનો સામનો કરવો પડી જ રહ્યો છે પણ તેની સામે બીજા છેડે પણ વાતાવરણને એટલી જ પ્રતિકૂળ અસરનો સામનો કરવો પડી રહ્યો છે.
જીવમાત્ર ને બચાવવા પૃથ્વીને બચાવવી જરૂરી
છેલ્લા 50 વર્ષમાં પૃથ્વી ઉપર જે રીતે અતિક્રમણ કરવામાં આવી રહ્યું છે તેને જોતા એ વાત સ્પષ્ટ છે કે આવનારા દિવસોમાં જીવ માત્રને જો બચાવવું હોય તો પૃથ્વીને બચાવવી ખૂબ જ જરૂરી છે અન્યથા માનવજાત ખતમ થઈ જશે. 454 કરોડ વર્ષ જૂની પૃથ્વી ઉપર હાલ તેના જંગલનો ત્રીજો ભાગ લુપ્ત થઈ ગયો છે એટલું જ નહીં વન્ય જીવ સૃષ્ટિઓમાં પણ 69 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. કડકીય માહિતી અનુસાર ગત 50 વર્ષમાં 75 ટકા જમીન નાશ પામી ગઈ છે જ્યારે 30 ટકા દરિયો એસિડ યુક્ત બની ગયો છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમે ભઈ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે વર્ષ 2022માં વૈશ્વિક સ્થળ ઉપર સૌથી વધુ કાર્બન ડાયોક્સાઇડ નો ઉદ્ભવ થયો છે જે પૃથ્વીને 1.11 ડિગ્રી વધુ ગરમ બનાવી છે એટલું જ નહીં દરિયા નું સ્તર પણ દિન પ્રતિદિન વધી રહ્યું છે ત્યારે આ તમામ વિકટ પરિસ્થિતિને ધ્યાને લઈ જો પૃથ્વીનું જતન કરવામાં નહીં આવે તો તે માનવજાત માટે ખતરા રૂપ સાબિત થશે અને જીવ માત્રને તેની નુકસાની વેઠવી પડશે. વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થાએ શક્યતા દર્શાવતા જણાવ્યું છે કે હાલ જે રીતે વાતાવરણમાં બદલાવ આવી રહ્યો છે તેને ધ્યાને લઈ વર્ષ 2030 થી વર્ષ 2050 દરમિયાન અઢી લાખ લોકોના મૃત્યુ હિટ, મલેરિયા અને અન્ય કારણોથી થઈ શકે છે. એ વાત જાણવી જરૂરી છે કે માનવ સ્વાસ્થ્ય પૃથ્વી સાથે જ સીધી જ રીતે જોડાયેલો છે.