શહેરી વિસ્તારોમાં વૃક્ષોની ગણતરી માટે તખ્તો ગોઠવાયો
શહેરોના વિકાસની સો વૃક્ષોની સંખ્યા ઘટતી જાય છે. હાલની સ્થિતિએ શહેરી વિસ્તારોમાં કેટલા વૃક્ષો છે તે જાણવા વૃક્ષોની ગણતરી કરવામાં આવશે. વર્ષ ૨૦૧૧માં વૃક્ષોની ગણતરી થઈ હતી. ત્યારબાદ ૨૦૧૬માં વૃક્ષોની ગણતરી માટે તૈયારી થઈ હતી પરંતુ કાર્યવાહી અટકી પડી હતી. પરિણામે ચાલુ વર્ષે ગુજરાત ઈકોલોજીકલ એજયુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન (ગિર) દ્વારા વૃક્ષોની ગણતરી હાથ ધરવામાં આવશે.
આ અંગે ફાઉન્ડેશનના ડિરેકટર આર.ડી.ખંભોજે કહ્યું હતું કે, સેટેલાઈટ તસ્વીરોની મદદી વૃક્ષોની ગણતરી માટે તૈયારી ઈ છે. જો કે, હવે વૃક્ષ ગણતરી ફીઝીકલ પણ કરવામાં આવશે. આ કામગીરીમાં વન વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશન પણ જોડાશે.
અહીં ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૦૩, ૨૦૦૮ અને ૨૦૧૨માં ગ્રામીણ વિસ્તારોમાં વૃક્ષોની ગણતરી માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. ૨૦૧૧માં શહેરી વિસ્તારોમાં વૃક્ષો ગણતરી થઈ હતી. આ કામગીરી મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી તે સમયે વૃક્ષોની ગણતરી માટે ઘણી મુશ્કેલીઓ કાર્યકરોને પડી હતી. અનેક સોસાયટી કે વિસ્તારોમાં વૃક્ષોના વિકાસને જાણવા કાર્યકરોને અંદર જવા દેવાયા નહોતા વૃક્ષોની ગણતરીમાં ૫ થી ૧૦ ટકા ભુલ થઈ શકે છે. વર્ષ ૨૦૧૧માં ગાંધીનગરમાં રિમોટ સેન્સીંગ ડેટાના માધ્યમી વૃક્ષોની ગણતરી થઈ હતી. ૩૦૭૫ હેકટરમાં ૮.૬૭ લાખ વૃક્ષો હોવાનું માલુમ પડયું હતું.
હાલ શહેરી વિસ્તારોમાં પ્રદુષણનો પ્રશ્ર્ન વિકરાળ બની રહ્યો છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ તેમજ અન્ય વૈશ્ર્વિક સંસઓ પણ વધતા પ્રદુષણ માટે ચિંતા વ્યકત કરી ચૂકી છે. શહેરી વિસ્તારોમાં પ્રદુષણને ખાળવા વૃક્ષોનું વધુને વધુ વાવેતર તા જતન વધુ જરૂરી બની જાય છે. હાલ શહેરોમાં કેટલા વૃક્ષો છે તે જાણવાી પ્રદુષર સામેના પગલા લેવામાં સરળતા રહેશે તેવું માનવામાં આવે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com