રાજ્ય સરકારે વિવિધ ટ્રાફિક દંડમાં ૯૦ ટકા સુધીનો ઘટાડો કરીને નવા મોટર વ્હીકલ એક્ટનો અમલ કરવાનો નિર્ણય કર્યો: ભારે દંડની બુમ વચ્ચે વાહન ચાલકોના હિતમાં વાહનો ચલાવતી વખતે સુરક્ષા રાખવી જરૂરી
ભારતીયોમાં ટ્રાફિક સેન્સના અભાવે દર વર્ષે આશરે ૧.૫૦ લાખ લોકોના માર્ગ અકસ્માતોમાં મૃત્યુ થાય છે. જેથી એમ કહી શકાય કે રોજના ૪૦૦ નાગરિકોના મૃત્યુ માર્ગ અકસ્માતોમાં મોતને ભેટે છે. આ આંકડામાં સતત થઈ રહેલા વધારાને જોઈને ચિંતાતુર બનેલી કેન્દ્રની મોદી સરકારે તાજેતરમાં નવો મોટર વ્હીકલ એકટનો અમલ શરૂ કર્યો છે. આ નવા કાયદામાં ટ્રાફિકને લગતા વિવિધ નિયમોના ભંગ બદલ આકરો દંડ ફટકારવાની જોગવાઈ કરવામાં આવી છે. આ આકરી જોગવાઈ સામે દેશભરના વાહન ચાલકોમાં બુમ ઉઠી જવા પામી છે. ત્યારે કહેવત છે કે, ‘લાતો કે ભૂત બાતો સે નહીં માનતે’ વાહન ચાલકો અને નાગરિકોની સુરક્ષા માટે ટ્રાફિક સેન્સમાં સુધારો આવે તે અતિ જરૂરી હોય આકરા દંડની જોગવાઈને સમાજ શાીઓ યોગ્ય માની રહ્યાં છે.
એક સર્વે મુજબ આપણા દેશમાં તા મોટાભાગના રોડ અકસ્માતો પાછળ વાહન ચાલકોમાં ટ્રાફિક સેન્સના અભાવે કારણભૂત છે. વાહન ચાલકો ટ્રાફિકના નિયમોના જ્ઞાન વગર આડેધડ, બેફામપણે વાહનો ચલાવે છે. જેના કારણે મોટાભાગના રોડ અકસ્માતો સર્જાય છે. વાહન ચાલકો રોંગ સાઈડમાં વાહનો ચલાવે છે. અનેક વાહન ચાલકો દંડની જોગવાઈ હોવા છતાં ચાલુ વાહને મોબાઈલ પર વાતચીત કરતા રહે છે. આવા અનેક ટ્રાફિકના નિયમોના ભંગના કારણે માર્ગ અકસ્માતો સર્જાતા રહે છે. જેથી આવા વાહન ચાલકોમાં ટ્રાફિક સેન્સ આવે તે માટે આકરા દંડની જોગવાઈ યોગ્ય છે. મેટ્રો કે મોટા શહેરોમાં વાહન ચાલકની સુરક્ષા માટે હેલ્મેટ અતિ જરૂરી છે પરંતુ નાના શહેરોના વાહન ચાલકોને હેલ્મેટ સાચવવી મુશ્કેલરૂપ હોય તેમના માટે આ નિયમ અકળાવનારો પુરવાર થાય છે. જેથી રાજ્ય સરકારે આવા નિયમોમાં જડતાી વળગી હોવાના બદલે માનવતાવાદી અભિગમ અપનાવવો જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે. જેથી રાજ્યની સંવેદનશીલ મનાતી રૂપાણી સરકારે કેન્દ્ર સરકાર દ્વારા નવો મોટર વ્હીકલ એકટ અમલમાં આવ્યાના ૧૦ દિવસ બાદ ગઈકાલે અનેક સુધારા સો આ કાયદાનો અમલ કરવાની અનેક જાહેરાત કરી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આકરા દંડની જોગવાઈની રાજ્યના વાહન ચાલકોમાં ભારે રોષ ફેલાઈ જવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને માનવતાવાદી વલણ સો ટ્રાફિકના વિવિધ નિયમોના ભંગ બદલ દંડની રકમમાં ૨૫ થી લઈને ૯૦ ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે આગામી તા.૧૬થી આ નવા કાયદાનો અમલ કરવાનું જાહેર કર્યું છે. ગુજરાત સરકારે નવા કાયદામાં સુચવાયેલા દંડની રકમમાં ઘટાડો કરતા આ કાયદાનો વિરોધ કરી રહેલા અન્ય રાજ્યો પણ આ દંડની રકમમાં ઘટાડો કરશે તેમ માનવામાં આવી રહ્યું છે.
જોકે રૂપાણી સરકારે દારૂના નશામાં વાહન ચલાવવા અને ટ્રાફિક સિગ્નલ તોડવા બદલ દંડમાં ફેરફાર કર્યો નથી કારણ કે તેમાં ઘટાડા માટેની જોગવાઈ આપવામાં આવી નથી. આજ સુધી ગુજરાત ઉપરાંત કોંગ્રેસના શાસિત રાજ્યો છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને પંજાબમાં આ અધિનિયમ લાગુ કરવામાં આવ્યો ન હતો. કર્ણાટક સરકારનું પણ કહેવું છે કે જો અન્ય રાજ્યો દંડ ઘટાડે તો ત્યાં પણ તેનો વિચાર કરવામાં આવશે. તૃણમૂલ કોંગ્રેસ શાસિત પશ્ચિમ બંગાળ અને કોંગ્રેસ શાસિત મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા બિન-ભાજપ શાસિત રાજ્યો દંડની માત્રામાં આટલા મોટા વધારા અંગે પહેલાથી જ સવાલ ઉઠાવી રહ્યા છે. રાજસ્થાન સરકારે નવો કાયદો અમલમાં મૂક્યો છે, પરંતુ દંડની વધેલી રકમ સામે વિરોધ નોંધાવ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે તેમની સરકારનું લક્ષ્ય વધુ દંડ લેવાનું અથવા લોકો સામે કેસ દાખલ કરવાનું ન હતું. રૂપાણીએ કહ્યું હતું કે, સખત સજા વિના નવા કાયદાનો અમલ શક્ય નથી. અમે માનવતાવાદી અભિગમ અપનાવ્યો છે અને દંડ ઘટાડ્યો છે. લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હોય તેવા કિસ્સામાં નરમાઈ લેવામાં આવશે નહીં. જે લોકો વારંવાર ટ્રાફિક નિયમોનો ભંગ કરે છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
ગુજરાત સરકારે આવા કેસોમાં દંડ ઘટાડ્યો છે જેમાં રાજ્ય સરકારને અધિકારીઓની નિમણૂક કરવાનો અધિકાર છે જે સ્થળ પર દંડ લઈને વ્યક્તિને જવા દઈ શકે છે. આમાં સીટ બેલ્ટ અથવા હેલ્મેટ ન પહેરવા, દ્વિચક્રી વાહન ચલાવનારાઓ ઉપર ત્રણ ગણો વધારો, ઓવર સ્પીડિંગ, પ્રદૂષણ નિયંત્રણના પ્રમાણપત્ર વિના ડ્રાઇવિંગ, ડ્રાઇવરો લાઇસન્સ, નોંધણીનું પ્રમાણપત્ર ચલાવવા જેવા ગુનાઓ શામેલ છે.
નવા મોટર વાહન અધિનિયમ હેઠળ રાજ્યો સગીર ડ્રાઇવિંગ, દારૂ પીવા અને વાહન ચાલકોમાં સિગ્નલ તોડવાના સંકેતોનો દંડ બદલી શકશે નહીં અને તેથી ગુજરાતમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જો કે, સરકારે રસ્તાની ખોટી બાજુ એટલે કે રોંગ સાઈડવાહન ચલાવવા માટેનો દંડ ઘટાડ્યો છે. આ મામલો કોર્ટના કેસોમાં ઉકેલાય ત્યાં આવે છે.આ સિવાય ટુ વ્હીલર પાછળની વ્યક્તિ ઉપર હેલ્મેટ ન પહેરવા બદલ દંડ હટાવવામાં આવ્યો છે. રૂપાણીએ કહ્યું કે, ઘણીવાર મધ્યમ વર્ગના પરિવારમાં પત્ની અને બાળકો ટુ-વ્હીલરને પાછલ બેસાડેલ છે. તેથી આ નિયમ નરમ પડ્યો છે. એવું માનવામાં આવે છે કે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારના નિર્ણય પછી ચાલી રહેલા વિરોધને ધ્યાનમાં રાખીને તેમના રોષને શાંત કરવા આ પગલું ભર્યું છે. નવા નિયમો હેઠળ હેલ્મેટ અથવા સીટ બેલ્ટ પર ૧૦૦૦ રૂપિયાનો દંડ ભરવાનો છે, જ્યારે ગુજરાતમાં તેને ઘટાડીને ૫૦૦ રૂપિયા કરવામાં આવ્યો છે. ફાયર એન્જિન અથવા એમ્બ્યુલન્સને જવા દેવા સાઈડ આપવામાં વિલંબ કરવા બદલ રૂ .૧૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો છે.
રાજ્યની રૂપાણી સરકારે માનવતાવાદી અભિગમ સાથે ટ્રાફિકના વિવિધ નિયમોના ભંગ બદલ દંડની રકમમાં ઘટાડો કરવાની સાથે આ કાયદાનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે. માર્ગ અકસ્માતોની વધતી જતી સમસ્યાના નિરાકરણ માટે યોગ્ય ઉકેલ સમાન માની શકાય તેમ છે. પરંતુ સાથે નાના શહેરોમાં ફરજિયાત હેલમેટ પહેરવાના નિયમના અમલની વાહન ચાલકોમાં આક્રોશ ફેલાઈ જવાની સંભાવના છે. જેથી આવા નિયમમાં રાજ્ય સરકારે છુટછાટ આપીને અમુક સંખ્યા કરતા વધુ વસ્તી ધરાવતા શહેરોમાં હેલ્મેટ ફરજિયાતનો નિયમ બનાવે તેવી લોકોમાં માંગ ઉઠવાની સંભાવના છે.