- સફાઇ સહિતની તમામ ફરિયાદો સિંગલ અંકમાં: લોક દરબાર પૂરો થયા બાદ કોર્પોરેટરો અને અરજદારો વચ્ચે સામાન્ય રકઝક
‘મેયર તમારે દ્વારે’ શિર્ષક અંતર્ગત યોજાઇ રહેલા મેયરના લોક દરબારમાં આજે આશ્ર્ચર્ય વચ્ચે વોર્ડ નં.17માં માત્ર 40 ફરિયાદો ઉઠી હતી. ભાજપના સંગઠનના વોર્ડના હોદ્ેદારો અને કોર્પોરેટરોએ જબ્બરો ખેલ પાડી સેટીંગ કરી લીધું હોવાની પણ ચર્ચા થઇ રહી છે. હમેંશા સમસ્યાઓ અને પ્રશ્ર્નોથી સતત પીડાઇ રહેલા વોર્ડમાં માત્ર 40 ફરિયાદો જ મળતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. લોક દરબાર પૂરો થયા બાદ ભાજપના કોર્પોરેટરો અને અરજદારો વચ્ચે રકજક થવા પામી હતી. સફાઇ સહિતની મોટાભાગની ફરિયાદોનો અંક સિંગલ ડિજિટમાં રહ્યો હતો. આવતીકાલે વોર્ડ નં.18માં લોક દરબાર સાથે મેયર તમારે દ્વારે કાર્યક્રમનું સમાપન થઇ જશે.
વોર્ડ નં.17માં યોજાયેલ “મેયર તમારા દ્વારે…” “લોક દરબાર” વોર્ડ નં.17ના નાગરિકો દ્વારા સહકારનગર મેઈન રોડ પર સાઈન બોર્ડ લગાવવા બાબત,કોઠારીયાથી લોઠડા જી.આઈ.ડી.સી. સુધી સીટી બસનો રૂટ લંબાવવા બાબત, કોઠારીયા ચોકડી ખાતે ડીમોલિશન કરી ટ્રાફિક સમસ્યા હળવી કરવા બાબત, કોઠારીયા ચોકડી ખાતે આવેલ પૂલનું સમારકામ કરવા બાબત, સહકાર મેઈન રોડ પર તથા સિંદૂરીયા ખાણ પાસે નિયમિત સફાઈ કરવા બાબત, સહકાર મેઈન રોડ પર નિયમિત ફોગિંગ કરવા બાબત, સહકાર મેઈન રોડ પર આવેલ ખાલી પ્લોટમાં ગાર્ડન બનાવવા બાબત, ન્યુ મેઘાણી શેરી નં.6માં સફાઈ નિયમિત કરવા બાબત, હસનવાડીમાં સોમવાર અને ગુરુવારે ભરાતી બજારના લીધે ટ્રાફિક અને ગંદકીનું સામનો કરવો પડે છે, સહકારનગર-3માં વૃક્ષ કાપેલી ડાળીઓ ભરી જવા, અનિયમિત પાણી આવે છે, પાણીનો ફોર્સ ઓછો આવે છે, હરિધવા રોડ પર આવેલ વિસ્તારમાં સફાઈ કામદારની સંખ્યા વધારવા બાબત, વાલકેશ્ર્વર શેરી નં.8માં પીવાના પાણીમાં ગંદુ પાણી આવે છે, બાબત વગેરે મુખ્ય બાબતોના પ્રશ્ર્નો અને રજુઆતો રજુ થયા હતા.
કાલે મંગળવારના રોજ સવારે 09:00 થી 11:00 દરમ્યાન વોર્ડ નં.18માં વોર્ડ ઓફીસ, વોર્ડ નં.18-બ, 4-ખોડલધામ સોસાયટી, સ્વાતિ પાર્ક, 80 ફૂટ રોડ, રાજકોટ ખાતે “મેયરશ્રી તમારા દ્વારે” (લોક દરબાર) કાર્યક્રમ યોજાશે.