જેતપુર અને ગોંડલ તાલુકામાં સાવજ ત્રિપુટી વિહાર કરતી નજરે ચડી
અબતક-ગોંડલ
ગોંડલ તાલુકામાં ગુરુવારે સવારે મોટા ઉમવાળા ગામમાં સિંહે ગાયનું મારણ કર્યું હતું છેલ્લા કેટલાક દિવસોથી તાલુકામાં મુકામ કરી રહેલા ત્રણ સાવજ રાત્રીએ મોટા ઉમવાડા ગામના ખેતરમાં વિહાર કરતા નજરે ચડ્યો હતો. આ પૈકી એક સિંહે ગઈકાલે સવારે એક ગાયનું મારણ પણ કર્યું હતું. વનવિભાગ દ્વારા આ ત્રણેય સાવજ ત્રિપુટીની મૂવમેન્ટ પર સતત વોચ રાખવામાં આવી રહી છે.
જાણે લાગે છે કે ભાવી રાજાઓ પોતાનું નવું ઘર શોધી રહ્યા છે, અથવા તો તે એડવેન્ચર રાઇડ પર નિકળી પડયા છે. આ ત્રિપુટી પાછી જવાના બદલે સતત આગળ ધપી રહી છે વનતંત્ર દ્વારા તેની તમામ મૂવમેન્ટ પર વોચ વધારી દેવામાં આવી વનવિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, કેટલાક દિવસોથી જેતપુરની આસપાસના ભાગોમાં લટાર મારી રહેલી સિંહ ત્રિપુટી જામકંડોરણા સુધી પહોંચી ગઈ હતી અને ત્યાંથી આગળ વધીને ગોંડલના મોટા ઉમવાડા નજીક નજરે પડી હતી. આ ત્રિપુટી પાછી જવાના બદલે સતત આગળ ધપી રહી છે. એક સિંહણ અને બે નર સિંહ સાથેની આ ત્રિપુટી પરત ફરવાના બદલે સતત આગળ ચાલ્યા કરે છે અને હવે કઈ તરફ જાય છે તેના પર સતત નજર રાખવામાં આવી રહી છે.
ગોંડલ પંથકમાં સિંહનો પશુઓ ઉપર હુમલો અને મારણની ઘટનાને લઈ ઉમવાળા ગામ આસપાસના ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાઇ ગયો હતો. ઉલ્લેખનીય છે કે પ્રતિ વર્ષ શિયાળાની શરૂઆતમાં ગીરના સાવજો ગોંડલ પંથકની મહેમાનગતિ માણતા હોય ચાર વર્ષ પહેલાં તાલુકાના શિવરાજગઢ ગામે પણ સિંહ આવ્યો હતો અને ન્યુઝ કવરેજ કરવા પહોંચેલા ગોંડલના પ્રેસ ફોટોગ્રાફર ઉપર હૂમલો કર્યો હતો. જો કે સદનસીબે ફોટોગ્રાફરનો બચાવ થયો હતો.ે