વર્ષ ૨૦૧૪ની તુલનાએ વર્ષ ૨૦૧૭-૧૮માં અન્ડર ગ્રેજયુએટ લાભાર્થીઓની સંખ્યામાં ૬૬ ટકાનો ઘટાડો

રાજયમાં મુસ્લિમ ખ્રિસ્તી, શીખ, બૌધ, જૈન અને પારસી લઘુમતિ જાતિનાં વિદ્યાર્થીઓને અભ્યાસ માટે અપાતી શિષ્યવૃત્તિમાં લાભાર્થીઓની સંખ્યામાં ૬૬ ટકાથી વધારે ઘટાડો નોંધાયો હોવાની ચોકાવનારી બાબત પ્રકાશમાં આવી છે.

કેન્દ્રીય લઘુમતિ મંત્રાલયના આંકડા અનુસાર વર્ષ ૨૦૧૪ની તુલનાએ વર્ષ ૨૦૧૭-૧૮માં લઘુમતિ જાતીનાં વિદ્યાર્થીઓ દ્વારા શિષ્યવૃત્તિનો લાભ લેવામાં પીછેહઠ જોવા મળી છે. સરકાર દ્વારા લઘુમતિ જાતીનાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા પ્રિમેટ્રીક, પોસ્ટમેટ્રીક અને મેરીટ કમ મીન્સ યોજના હેઠળ ત્રણ પ્રકારે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. જેમાં વર્ષ ૨૦૧૪માં પોસ્ટ મેટ્રીક યોજના હેઠળ ૩,૫૩,૯૩૩ લાભાર્થીઓએ લાભ લીધો છે. જે વર્ષ ૨૦૧૭-૧૮માં ઘટી ૧૦,૭,૮૫૭ એટલે કે ૬૬ ટકા લાભાર્થી ઘટયા છે. કે એજ રીતે પોસ્ટ મેટ્રીકમાં ૨૦૧૪-૧૫માં ૪૦૫૭૪ વિદ્યાર્થીઓની તુલનાએ વર્ષ ૨૦૧૭-૧૮માં માત્ર૧૮૪૦૭ વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. તો મેરીટ -કમ-મીન્સ પ્રકારની શિષ્યવૃત્તિમાં ૩૦૯૮ વિદ્યાર્થીઓની તુલનાએ વર્ષ ૨૦૧૭-૧૮માં વધારા સાથે ૪૮૨૧ વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો.

જોકે કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા લઘુમતી જાતીનાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા પુરતા પ્રયત્નો કરવામાં આવે છે. છતા પણ કોઈ ત્રુટીઓને કારણે લઘુમતી જાતીનાં વિદ્યાર્થીઓ સુધી આ લાભ પહોચી રહ્યો ન હોય શિષ્યવૃત્તિ યોજના પર સવાલો ઉઠ્યા છે.

રાજયનાં સામાજીક ન્યાય વિભાગના મંત્રી ઈશ્ર્વરભાઈ પરમારે જણાવ્યું હતુ કે લઘુમતિ જાતિનાં વિદ્યાર્થીઓનાં શિષ્યવૃત્તિ લાભાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયાનું કબુલી જણાવ્યુંહતુ કે અમે લાભાર્થી સુધી પહોચવા પ્રયાસ કર્યો છે. પરંતુ ગમે તે કારણોસર ગ્રામ્ય વિસ્તારમાં લોકો સુધીઅમે પહોચી શકયા નથી પરંતુ ચોકકસપણે લાભાર્થી સુધી પહોચવા પ્રયાસો કરીશું.

જો કે કોંગ્રેસ પ્રવકતા મનીષ દોશીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરી જણાવ્યુંહતુ કે સબકા સાથ સબકા વિકાસ સુત્રની જેમ ભાજપ સરકાર લઘુમતિઓને લાભ આપવામાં ઉદાસીન છે. અને આવી યોજનાઓ માત્ર કાગળ ઉપર જ ચલાવી રહી હોવાનો આરોપ પણ લગાવ્યો હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.