સામાન્ય રીતે ઘરમાં પાર્ટી બાદ કર્યા બાદ ઘણીખરી વસ્તુઓ આગળના બે-ત્રણ દિવસ ચાલી શકે તેટલી પડી રહતી હોય છે, જેને આપણે વિવિધ પ્રકારના પ્લાસ્ટિકના ડબ્બાઓમાં ભરી ફ્રિજ કે કબાટ વગેરેમાં રાખી મુકતાં હોઇએ છીએ. માત્ર ફ્રિજમાં જ નહિ, પરંતુ આપણે કામ પર પણ પ્લાસ્ટિકના ડબ્બામાં ટીફીન લઇ જતા હોઇએ છીએ તથા આપણા બાળકોને પણ સ્કૂલે પાણી પ્લાસ્ટિકની બોટલમાં ભરી આપતા હોઇ છીએ, પણ શું તમે ક્યારેય આ પ્લાસ્ટિકના ડબ્બા કે બોટલની ક્વોલિટી અને તે કેવી રીતે બને છે તેના પર ધ્યાન આપ્યું છે ખરા ? માત્ર આ ડબ્બાના તળિયે એકવાર નજર કરી જુઓ, જો ક્યાંક તમને 3 કે  7 નંબર લખેલા દેખાય તો શક્ય છે કે તે (BPA) બિસ્પેનોલ A અથવા ફેથલેટ્સ જેવા રસાયણ છોડતું હોય, જે આપણા શરીર અને રક્તપ્રવાહના હોર્મોન્સના પ્રમાણ પર આડઅસર ઉભી કરી શકે છે.

બધા જ પ્લાસ્ટિકના ડબ્બાઓ આવા નુકશાનકારક રાસાયણ છોડતા હોય એવું નથી. સારી ગુણવત્તાવાળા ડબ્બાઓની નીચે # 2, # 4, અને  # 5છપાયેલું હોય છે. જે ખાવાની વસ્તુનો સંગ્રહ કરવા સુરક્ષિત ગણાય છે. તેમ છતાં પ્લાસ્ટિકના વાસણનાં ગુણવત્તાની કોઇ ગેરેંટી આપવી ઘણી મુશ્કેલ હોવાથી ઘણાં લોકો તેના ઉપયોગથી દૂર જ રહે છે, અને તેના બદલે ગ્લાસ કે સ્ટીલના ડબ્બા વાપરવાનું પસંદ કરે છે.

સ્ટીલ અને ગ્લાસના પાત્રોનું જ સૂચન કરું છું, બાળકો સરળતાથી સ્કૂલ પર સ્ટીલના ડબ્બાં લઇ જઇ શકે, તથા સ્ટીલની પાણીની બોટલ પણ ઉપલબ્ધ હોય છે જો પ્લાસ્ટિકના ડબ્બા પણ ઉપલબ્ધ હોય છે. જો પ્લાસ્ટિકના ડબ્બા BPAમુક્ત હોય તો ઉપયોગમાં લઇ શકાય. પાતળાં પ્લાસ્ટિકની પાણીની બોટલોને ફરી વપરાશમાં ન લેવી જોઇએ તથા ગાડીમાં તેમને સૂર્યના તાપમાં સામે ન રાખવી જોઇએ.

સારી ગુણવત્તાના પ્લાસ્ટિક ડબ્બા વાપરતી વખતે પણ કેટલીક વસ્તુઓ ધ્યાનમાં રાખવી જોઇએ…

પ્લાસ્ટિકના ડબ્બામાં ક્યારેય ખાવાનું ગામ ન કરવું જોઇએ. ખાવાનું ગરમ કરવુંએ (માઇક્રોેવેવ સલામતીવાળું હોય તો પણ) સલામત નથી, કેમ કે તેમાં ગરમ કરવાથી કેટલાક પ્રકારનું રસાયણ તેમાં ભળતું હોય છે, જે ખોરાકનો તત્વોમાં ભળવાથી મૂળ તત્વોનો નાશ કરે છે.

એજુ સુદના મત પ્રમાણે, ગરક કે તૈયાર ખોરાકને પ્લાસ્ટિકના ડબ્બામાં ભરવું એ સલાહ ભર્યુ નથી. પરંતુ ઠંડો અને સૂકો ખોરાકને જે-તે પ્લાસ્ટિકની ગુણવત્તા પ્રમાણે સંગ્રહ કરવા ઉપયોગમાં લઇ શકાય, ઘણી જગ્યાએ તાપમાનના ફેરફાર થવા સાથ સામાન્ય વાત હોય. અને ત્યાં ચોક્કસપણે પ્લાસ્ટિકના પાત્રને માઇક્રોવેવમાં મૂકવું સલામત ન જ કહેવાય કેમ કે તેમાં આનુવંશિક અસરો હોય છે, જે ખોરાકના  મૂળ ઘટકતત્વોમાં પરિવર્તન લાવી શકે છે. તથા ભવિષ્યમાં કેટલાંક ગંભીર કિસ્સાઓમાં કેન્સર જેવી બિમારીઓને નોતરી શકે છે.

ગરમ પાણીથી દૂર રાખો

ગરમ પાણીથી કોઇપણ વસ્તુ ધોવાથી તેમાં રહેતા સુક્ષ્મજીવો નાશ પામે છે. તથા ડાઘ વગરનો સફાઇ મળતી હોય છે, પરંતુ પ્લાસ્ટિકના ડબ્બાઓને ગરમ પાણીથી ધોવા કે તેમાં ગરમ પાણીનો સંગ્રહ કરવો બિલકુલ સલામત નથી. જેમ ઉ૫ર પ્લાસ્ટિકને ગરમ કરવા વિશે જણાવ્યું તેવી જ રીતે ગરમ પાણી પણ રસાયણ છૂટું પડવા માટે કારણભૂત બનતાં હોય છે. જે કેટલીક, હદ સુધી બોટલમાં ભરેલ પાણી કે ડબ્બામાં ભરેલાં ખોરાકને નુકશાનકારક બનાવી શકે છે.

હવે જો, તમે પ્લાસ્ટિકના ડબ્બાઓના વપરાશ કરવા કે ન કરવા વિશે અસમંજસ અનુભવતા હોવ તો તે માટેના કેટલાંક રસ્તાઓ જણાવીએ કે જેથી તમે કોઇ પણ જાતની આડ-અસર ભોગવ્યા વિના પ્લાસ્ટિકના ડબ્બાઓ પહેલાની જેમ સરળતાથી વપરાશ કરી શકો. ઉદાહરણ તરીકે જો તમે ખોરાકને એલ્યુમિનિયમની સીટમાં વિંટોળીને પછી પ્લાસ્ટિકના ડબ્બામાં ભરો તો તેનાથી ડબ્બા અને ગરમ ખોરાક વચ્ચે કોઇ પ્રક્રિયા થશે નહિં. તથા આવા ડબ્બાઓને સૂકો નાસ્તો, ખુલ્લા નાસ્તાના પેકેટ્સ કે વેફર્સ તથા નમકીન/ફરસાણ જેવા ખાદ્યપદાર્થોને સંગ્રહ કરવા ઉપયોગમાં લેવાં જોઇએ.

સ્ટીલ અને ગ્લાસના જાર કે ડબ્બા અનાજ ઉપયોગી છે. ખાદ્યસામગ્રી અને ફ્રિજમાં ખોરાકને સંગ્રહ કરવા સિરામિક પોટ્સ અથાણાં ભરવા ઉપયોગી છે, તથા પાણી વધુ હોય તો પ્લાસ્ટિકના ફિલ્ટર કરતાં માટલાંનો ઉપયોગ કરી શકાય.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.