જૂનામાંથી નવા ઘરેણા બનાવતી વખતે અથવા એક્ષચેન્જ સમયે લોકોને સોનાનું ઓછુ વળતર મળે તેવી દહેશત

આવતા વર્ષથી ઘરેણા પર હોલમાર્કિંગનો નિયમ સરકાર લાવશે. આ નિયમથી માત્ર જવેલર્સ જ નહીં પરંતુ ગ્રાહકોને પણ મુશ્કેલી પડશે તેવું નિષ્ણાંતોનું માનવું છે. જો કોઈ યુવતીના લગ્ન હોય ત્યારે તેના માતા પોતાના જૂના ઘરેણા ભંગાવીને નવા ઘરેણા બનાવે ત્યારે નુકશાન થઈ શકે છે. દશકાઓ જૂના આ ઘરેણાઓની કિંમત લેખે જવેલસ પાસેથી ૪ થી ૫ ટકા વળતર ઓછુ આવે. ૨૨ કેરેટની જગ્યાએ ૧૮ કેરેટ સોનુ મળી આવે એવું પણ બને. પરિણામે કરંટ માર્કેટ વેલ્યુની સરખામણીએ તેની કિંમત ઘટી જાય જેથી ફરજિયાત હોલમાર્કિંગનો નિયમ એકંદરે ગ્રાહકો માટે નુકશાનકારક સાબીત થઈ શકે છે.

ભારતમાં ૩ લાખથી વધુ નોંધાયેલા જવેલર્સ છે અને તેઓ જે જવેલરી વેંચે છે તે ૨૨ કેરેટ શુદ્ધ હોવાનું માનવામાં આવે છે. નાના નગરો કે ગામડાઓમાં જવેલર્સ મૌખીક રીતે શુદ્ધતાની ગેરંટી આપતો હોય છે. આવી સ્થિતિમાં હોલમાર્ક જોવામાં આવતો નથી. બીજી તરફ લગ્ન પ્રસંગે અથવા વારે-તહેવારો નવા ઘરેણા બનાવા ઈચ્છતા લોકો જ્યારે જૂના ઘરેણામાંથી નવા ઘરેણા બનાવવા જવેલર્સ પાસે જાય છે ત્યારે તે ઘરેણાની કવોલીટી ચેક કરવામાં આવે છે. અને કવોલીટી ચેકિંગ દરમિયાન કેરેટ ઓછા નીકળે એટલે વળતર ઓછુ ગણવામાં આવે છે. આવા બનાવો અનેક લોકો સાથે બન્યા હોવાના દાખલા છે.

લોકો સાથે છેતરપિંડી થતી અટકે તે માટે સરકારે વર્ષ ૨૦૦૦માં હોલમાર્કિંગ પધ્ધતિ અમલમાં મુકી હતી. બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્સ (બીઆઈએસ) સાથે જવેલર્સને રજિસ્ટર થવાનું રહે છે. દેશમાં ત્યારબાદ હોલમાર્કિંગ માટે ૮૭૭ સેન્ટર સ્થપાયા હતા. હોલમાર્કિંગની પદ્ધતિ લેજર દ્વારા કરવામાં આવે છે જેનાથી જવેલરીને કોઈ નુકશાન થતું નથી. હાલ બજારમાં વેચાતી સોનાની આઈટમો પૈકી ૪૦ થી ૫૦ ટકા આઈટમો એવી છે જે હોલ માર્કિંગ થયેલી જવેલરી છે.  અહીં નોંધનીય છે કે, ભારતમાં બીઆઈએસ સાથે નોંધાયેલા તેવા ૨૬૦૧૯ એટલે કે, ૮.૭ ટકા જ જવેલર્સ છે.

7537d2f3 7

અહીં એ પણ નોંધનીય છે કે, જે સમયે સોનાની શુદ્ધતા માટેના ધારા-ધોરણો ઘડાયા ત્યારે તેને ૧૪, ૧૮ અને ૨૨ કેરેટમાં જ ગોઠવવામાં આવ્યા હતા. પરંતુ ભારતમાં ૧ કેરેટી લઈ ૨૩ કેરેટ સુધીનું સોનુ વેંચાય છે. મહારાષ્ટ્રના અકોલા કે સોલાપુર તરફ જાવ તો ૨૩ કેરેટ ગોલ્ડની જવેલરી વેંચાતી હોવાનું મળી આવે છે જ્યારે પંજાબ અવા યુપીના પશ્ચિમ ભાગમાં જાવ તો ૨૦ કેરેટ સોનાની જવેલરી મળે છે. આવી રીતે ભારતમાં શુદ્ધતાના ધારા-ધોરણોની પણ ભાત પાડવી જરૂરી છે.

સરકારના નિયમ મુજબ જો બીઆઈએસ લોગો ન હોય તો તે સોનુ શુદ્ધ ગણાતું નથી. કેટલાક જવેલર્સ બોગસ બીઆઈએસ લોગો લગાવીને પણ જવેલરીનું વેંચાણ કરતા હોવાના આક્ષેપ યા છે. આવા સંજોગોમાં હોલમાર્કિંગની સીસ્ટમ ફરજીયાત બનાવવાથી સરકારને અનેક પ્રકારની વેંતરણી પાર કરવી પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. નવા નિયમોની અમલવારી કરવાથી ભારતના ખુણે પથરાયેલા ત્રણ લાખ જેટલા નાના મોટા જવેલર્સને ફરજીયાત બીઆઈએસ સાથે રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને ૨૦૨૧ની ૧૫ જાન્યુઆરીથી હોલમાર્કિંગ ધરાવતી જવેલરી વેંચી શકશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.