ચિદમ્બરમ-પાસે વિદેશી બેંકોમાં ખાતા અને સંપતિ હોવાના આરોપો સામે સોગંદનામુ કરીને આવી સંપતિઓની વિગતો આપવા ચેલેન્જ કરી: આજે આ કેસની વધુ સુનાવણી થશે
આઈએનએકસ મીડીયા લાંચ કેસમાં સીબીઆઈના રિમાન્ડ પર રહેલા પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમને સુપ્રીમકોર્ટ તરફથી થોડી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે આ મુદે ઈડી દ્વારા ધરપકડ કરવા સામે વધુ એક દિવસનો સ્ટે આપ્યો છે. આજે આ મામલે સુપ્રીમ કોર્ટમાં ઈડી પોતાની વધારાની દલીલો રજૂ કરશે જે બાદ કોર્ટ આ મુદે પોતાના આખરી હુકમ જાહેર કરશે આ પહેલા ઈડીએ સુપ્રીમ કોર્ટમાં દાવો કર્યો હતો કે પી. ચિદમ્બરમ પાસે વિદેશમાં ૧૭ બેંક ખાતાઓ અને ૧૦ સંપતિઓ છે જે સામે ચિદમ્બરમે સોગંદનામું કરીને આવા વિદેશી બેંક ખાતા અને સંપતિઓની વિગત આપવા ઈડીને ચેલેન્જ આપી હતી સાથે તેમની થયેલી પૂછપરછની ટ્રાન્સસ્ક્રિપ્ટ આપવા માંગ કરી હતી.
ચિદમ્બરમ્ના વકીલ અભિષેક મનુસિંઘવીએ ગઈકાલે સુપ્રીમ કોર્ટના જસ્ટીસ આર.ભાનુમથી અને એ.એસ. ઓપન્નાની ખંડપીઠ સમક્ષ આ સોગંદનામું રજૂ કર્યું હતુ આ સોગંદનામા દ્વારા ચિદમ્બરમે માંગ કરી છે કે ઈડી દ્વારા તેના વિદેશી સંપતિઓ અને બેંક ખાતા હોવાના પૂરાવા હોવાનો દાવા કરવામાં આવી રહ્યા છે.તેની તમામ વિગતો જાહેર કરવામાં આવે. જયારે ઈડી દ્વારા ભૂતકાળમાં થયેલી પૂછપરછ દરમ્યાન ચિદમ્બરમ સહયોગ ન આપ્યો હોવાના થયેલા આરોપો સામે ચિદમ્બરમે આ પૂછપરછની ટ્રાન્સસ્ક્રીપ્ટ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવા માંગ કરી છે ચિદમ્બરમ્ના આ સોગંદનામા અને માંગ પરથી તેઓ આ કેસમાં નિદોર્ષ હોવાનું અને તેમને બલીનો બકરો બનાવવામાં આવી રહ્યાનું કાનૂન વિદોનું માનવું છે.
ચિદમ્બરમ વતી વરિષ્ઠ વકીલ કપીલ સિબ્બલે દલીલ કરી હતી જોમાં સિબ્બલે એવી માંગણી પણ કરી હતી કે ઈડીને આદેશ આપવામાં આવે કે અગાઉ ગયા વર્ષે ડિસેમ્બરમાં અને આ વર્ષે જાન્યુઆરીમાં ઈડીએ ચિદમ્બરમની પૂછપરછ કરી હતી તેની ટ્રાન્સસ્ક્રિપ્ટ કોર્યે સમક્ષ રજૂ કરવામા આવે ઈડી વતી સોલીસીટર જનરલ તુષાર મહેતાએ દલીલો કરી હતી જેમાં તેમણે કહ્યું હતુ કે આ માટે અમે અમારો જવાબ રજૂ કરીશુ ઈડીનો આરોપ છે કે પી. ચિદમ્બરમે અગાઉ જયારે પૂછપરછ કરી ત્યારે યોગ્ય સહકાર નહોતો આપ્યો સિબ્બલે અગાઉ જે પણ વખતે પૂછપરછ થઈ તેની સંપૂર્ણ માહિતી રજૂ કરવા ઈડીને આદેશ આપવામાં આવે તેવી માંગણી કરી હતી સાથે દાવો કર્યો હતો કે ચિદમ્બરમમે પૂરો સહકાર આપ્યો હતો. તેમ છતા આ ટ્રાન્સસ્ક્રિપ્ટન રજૂ કરાશે તેના પરથી બધુ સ્પષ્ટ થઈ જશે ઈડી કોર્ટમાં દસ્તાવેજો રજૂ કરવામાં હાલ જે વ્યવહાર અપનાવી રહી છે તે યોગ્ય નથી અન્ય એક વરીષ્ઠ વકીલ અભિષેક સિંઘવીએ ચિદમ્બરમ વતી દલીલો કરતા કહ્યું હતુ કે બંધારણના આર્ટિકલ ૨૧ અંતર્ગત વ્યકિતને જીવન અને વ્યકિતગત સ્વતંત્રતાના જે અધિકારો મળ્યા છે તેને સસ્પેન્ડ ન કરી શકાય. મની લોન્ડરીંગ કાયદામાં ૨૦૦૯માં સુધારો કરાયો હતો જયારે આ કેસ ૨૦૦૭-૮નો છે.સુપ્રીમ કોર્ટે હાલ એક દિવસ માટે ચિદમ્બરમની ધરપકડ પર રોક લગાવી દીધી છે.
પૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમની ધરપકડ કરવામાં આવી છે. હાલ ઈડી અને સીબીઆઈ બંને તેમની આઈએનએકસ મીડીયા કેસમાં પૂછપરછ કરી રહ્યા છે. જોકે બીજી તરફ પરિવારજનોનો આરોપ છે કે કેન્દ્રની સરકારે ચિદમ્બરમનો અવાજ દબાવવા માટે તેમના પર જુઠા આરોપો લગાવી ધરપકડ કરાવી રહી છે. સાથે એવી માંગણી કરી હતી. કે કેન્દ્ર સરકાર તેમના પર જે આરોપો લગાવીહી છે તેના પૂરાવા રજૂ કરે વિવિધ દેશોમાં ચિદમ્બરમની સંપતિ હોવાન દાવા સરકાર અને મંત્રીઓ કરી રહ્યા છે. જે જુઠા છે.