કેલેરીથી ભરપૂર કાજુ સ્વાસ્થ્યને અનેક ફાયદા આપતા હોવાની સો ઘણી અફવા પણ જોડાયેલી છે
શિયાળો આવતાની સાથે જ સુકામેવા અને ઘી સહિતના સ્વાસ્થ્યવર્ધક પદાર્થો ખાવાનું ચલણ વધ્યું છે. આવા સંજોગોમાં કાજુ કોલેસ્ટ્રોલ વધારે કે નહીં તે મુદ્દેની ચર્ચાએ જોર પકડયું છે. કાજુ ખાવાથી વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. બદામ, બદામ, કિસમીસ જેવા સુકામેવા શિયાળામાં વ્યક્તિને તંદુરસ્ત રાખે છે. કાજુ ખાવાથી ભરપુર કેલેરી મળે છે. કાજુ શરીરમાં શક્તિ ઉત્પન્ન કરવા મહત્વનું પરિબળ બની રહે છે. જો કે, તાજેતરમાં સોશ્યલ મીડિયા પર વાઈકા ચાલી રહી છે કે, કાજુમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ હોવાી તે હાનીકારક છે.
આ મામલે નિષ્ણાંતોના મત અનુસાર કાજુમાં કોલેસ્ટ્રોલ હોતુ જ નથી. બીજી તરફ કાજુના કારણે શરીરમાં પાવરની ઉત્પતિ થાય છે જેનાી શરીર તંદુરસ્ત રહે છે. ડાયાબીટીસ હોય તેવા દર્દીઓને કાજુના પોષક તત્ત્વો રાહત આપે છે. બ્લડ સુગરના દર્દીઓ પણ કાજુ ખાઈને રાહત મેળવી શકે છે. કાજુમાં એક સંતરાી પણ પાંચ ગણુ વધુ વિટામીન સી હોય છે. જેનાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. હાર્ટની તાકાત વધે છે. હાથ-પગના સાંધાની તંદુરસ્તી પણ વધે છે. હાઈ બલ્ડ પ્રેસર ઘટે છે.
કાજુ ખાવાી કોલેસ્ટ્રોલ વધતુ નથી પણ શરીર માટે આરોગ્યવર્ધક પોષકતત્ત્વો મળે છે. પોટેશિયમ, વિટામીન-ઈ, બી-૬, ફોલીક એસીડનું પ્રમાણ કાજુમાં ખૂબજ હોય છે. જેના કારણે વ્યક્તિનું હાર્ટ તંદુરસ્ત થાય છે. જે વ્યક્તિ પોતાનું વજન ઘટાડવા ઈચ્છતુ હોય તે કાજુ ખાઈ વજન ઘટાડી શકે છે. કાજુમાં કેલેરી તો હોય જ છે બીજી તરફ તે વેઈટ લોસ કરવામાં પણ મદદરૂપ થાય છે. વિવિધ પ્રકારના વિટામીનના કારણે શરીરમાં એનર્જી રહે છે. વ્યક્તિની ઉંમર વધવાની સો આંખમાં દેખાવાનું ઓછું થાય છે. જો કે કાજુ ખાવાથી દ્રષ્ટીને નુકશાન થતું નથી. કાજુમાં કોપર અને આયરન હોય છે. આ બન્ને પોષક તત્ત્વોના કારણે લાલ રક્તકણોમાં વૃદ્ધિ થાય છે. દરરોજ કાજુ ખાવાથી હાડકાની તાકાત વધે છે. હાડકા મજબૂત બને છે જેથી સોશીયલ મીડિયાથી કાજુથી કોલેસ્ટ્રોલ વધતું હોવાની ફેલાયેલી અફવા માનવી નહીં અને યોગ્ય પ્રમાણમાં કાજુ ખાવા જોઈએ.