સ્વાસ્થ્ય નિષ્ણાંતો મુજબ સમયાંતરે કરાતો હેલ્ધી નાસ્તો શરીરમાં બ્લડ, સુગરનું સમતોલન જાળવી રાખે છે
આજના સમયે યુવાનો હેલ્ધી રહેવા અને ડાયટ પ્લાન જાળવવા સવારનાં નાસ્તો લેવાનું ટાળે છે. પરંતુ સવારનો નાસ્તો આખા દિવસ દરમિયાન ભોજનનો રાજા ગણાય છે તો બીજી તરફ મોટાભાગે યુવાનો ભોજન પણ નાસ્તાની જેમ કરે છે. હેલ્ધી રહેવા ડાયટ માટે ઘણાખરા લોકો આયુર્વેદ પધ્ધતિ અનુસરતા હોય છે. જેમાં એવી અટકળો છે કે આયુર્વેદ સ્નેકસ ખાવાની ના પાડે છે. આયુર્વેદ પ્રમાણે સ્નેકસ ખાવાથી ફેટ વધે છે અને ડાયટ પ્લાન ખોરવાય છે તો બીજી તરફ હેલ્થ નિષ્ણાંતોના કહેવા મુજબ હેલ્ધી સ્નેકસ ખાવા જોઈએ.
હેલ્ધી સ્નેકસ ભુખને સંતોષે તો છે જ પણ સાથે સાથે એનર્જી પણ પુરી પાડે છે અને આપણા બ્લડ, સુગરનું સ્તર સમતોલન કરે છે. હેલ્ધી સ્નેકસમાં કાજુ, બદામ, દહીં, સલાડ, ફૂડ જયુસ વગેરેનો સમાવેશ થાય છે. આયુર્વેદિક પધ્ધતિ પ્રમાણે વાત કરીએ તો આયુર્વેદ સમયાંતરે વારંવાર ખાવાની ના પાડે છે જે તદ્દન ખોટું છે.
(૧) કામ કરતી વેળાએ ચા અથવા કોફીનું વ્યસન ટાળવું જોઈએ. જો તમે ખૂબજ થાક અનુભવતા હોય તો ગરમ પાણી અથવા ફ્રુટ જયુસ પીવું જોઈએ.
(૨) સ્નેકસ ખાવા જોઈએ પણ હેલ્ધી શરીરને નુકસાન પહોંચાડતા સ્નેકસ ખાવા જોઈએ નહીં. ખટાશવાળી ચીજ-વસ્તુ, ખુબ તીખું અથવા એસીડીટી થાય તેવો ખોરાક લેવાનું ટાળવું જોઈએ. વીટામીન મળે તેવો ખોરાક આરોગવો જોઈએ જેમ કે, સલાડ, ડ્રાય ફુટસ, કઠોળ વગેરે.
(૩) આયુર્વેદ દિવસમાં ત્રણ વાર ભોજન લીધા બાદ નાસ્તાઓ ન કરવા પર ભાર મુકે છે. ભોજન લીધા બાદ તુરંત જ અન્ય કોઈ નાસ્તો ન કરવો જોઈએ. આયુર્વેદ પ્રમાણે દિવસમાં સવાર, બપોર અને સાંજના ભોજન સિવાય અન્ય કોઈ નાસ્તો કરવો જોઈએ નહીં. આયુર્વેદિક પધ્ધતિ અનુસાર છ કલાકની નિંદર કરવી જોઈએ અને દિવસ દરમિયાન કરાતા ત્રણ વખતના ભોજનમાં છ કલાકનો ગાળો હોવો જોઈએ. તેમજ સૂર્યાસ્ત પછી કંઈ જ ખાવું ન જોઈએ.