બિડ 36 ઈકિવટી શેરના ગુણાંકમાં થઈ શકશે

આર્કિયન કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ  એ એનો આઇપીઓ લાવવાની દરખાસ્ત રજૂ કરી છે. આઇપીઓ 09 નવેમ્બર, 2022, બુધવારે ખુલશે. આઇપીઓ અંતર્ગત ઇક્વિટી શેર (ઇક્વિટી શેર્સ)ની ઓફર થશે અને દરેક ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ રૂ. 2 છે. આઇપીઓમાં રૂ. 8,050.00 મિલિયન સુધીના ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ (ફ્રેશ ઇશ્યૂ) અને 16,150,000 ઇક્વિટી શેરના વેચાણ માટે ઓફર (વેચાણ માટેની ઓફર, અને ફ્રેશ ઇશ્યૂ સાથે સંયુક્તપણે ઓફર) સામેલ છે. એન્કર રોકાણકારને બિડ કરવાની તારીખ 7 નવેમ્બર, 2022ને સોમવાર રહેશે. ઓફર 11 નવેમ્બર, 2022, શુક્રવારે બંધ થશે.

ઓફરની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ.386થી રૂ. 407 નક્કી થઈ છે. બિડ લઘુતમ 36 ઇક્વિટી શેર અને પછી 36 ઇક્વિટી શેરના ગુણાંકમાં થઈ શકશે.

કંપની ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત ચોખ્ખી આવકનો ઉપયોગ આ માટે કરશે: (શ) કંપનીએ છ 6,440.00 મિલિયનના ઇશ્યૂ કરેલા નોન-ક્ધવર્ટિબ્લ ડિબેન્ચર્સ (એનસીડી)નું આંશિક કે સંપૂર્ણ, રિડેમ્પ્શન કે વહેલાસર રિડેમ્પ્શન; અને  બાકીની રકમનો ઉપયોગ સાધારણ કોર્પોરેટ ઉદ્દેશો માટે કરશે.

વેચાણ માટેની ઓફરમાં કેમિકાસ સ્પેશિયાલિટી એલએલપી (પ્રમોટર વિક્રેતા શેરધારક) દ્વારા 2,000,000 ઇક્વિટી શેર અને ઇન્ડિયા રિસર્જન્સ ફંડ, સ્કીમ 1 દ્વારા 3,835,562 ઇક્વિટી શેર, ઇન્ડિયા રિસર્જન્સ ફંડ, સ્કીમ 2 દ્વારા 6,478,876 ઇક્વિટી શેર, પિરામલ નનેચરલ રિસોર્સીસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 3,835,562 ઇક્વિટી શેર (સંયુક્તપણે, રોકાણકાર વિક્રેતા શેરધારકોઅને પ્રમોટર વિક્રેતા શેરધારકો સાથે, વિક્રેતા શેરધારકો) સામેલ છે.

કંપનીએ ચેન્નાઈમાં રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ, તમિલનાડુમાં 31 ઓક્ટોબર, 2022ના રોજ ફાઇલ કરેલા રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ આરઓસી દ્વારા ઇક્વિટી શેર ઓફર થયા છે તથા એનું લિસ્ટિંગ બીએસઇ લિમિટેડ   અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ પર થશે. ઓફરના ઉદ્દેશો માટે નિયુક્ત સ્ટોક એક્સચેન્જ એનએસઈ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.