ઉર્જા સહિત છ પ્રોજેક્ટ ને રાજ્યમાં વિકસિત કરવા માટે આર્સેલર મિત્તલ ખૂબ મોટું રોકાણ કરશે, રોજગારીની પણ તકો ઊભી થશે.
અબતક, અમદાવાદ
કહેવાય છે કે ગુજરાત કી હવા મેં ધંધા હૈ. આ વાતને ફરી સાર્થક કરવામાં આવી છે અને આર્સેનલ મિત્તલ ગુજરાત રાજ્યમાં 1.66 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવા જઇ રહ્યું છે જેમાં તેઓ છ જેટલા વિવિધ પ્રોજેક્ટ ને ઉભા કરશે અને રોજગારીની તકો પણ ઉદભવીત થશે. આસો પ્રોજેક્ટ અંગે કંપનીએ ગુજરાત રાજ્ય સાથે એમઓયુ પણ કર્યા છે. આ અંગે જો વિગતવાર ચર્ચા કરવામાં આવે તો કંપની હજીરા પોર્ટ પર કેપ્ટિવ જેટલીને વધુ વિસ્તૃત કરશે જેના માટે 4200 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે.
હજીરા પોર્ટ ખાતે કંપની દ્વારા તેલનું ઉત્પાદન ક્ષમતા વધારવા માટે ૪૫ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવા માટેની તૈયારી પણ દાખવી છે. મિત્તલ કંપની વધુ સુવિધા આપવા માટે સુરત ખાતે આવેલી સુવેલી ખાતે ત્રીસ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે અને સુરતને સિટી બનાવવાની સાથે ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર ઊભું કરવા માટે પણ ૩૦ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે. એટલું જ નહીં કંપની સોલાર ઉર્જા વિન્ડ અને હાઇબ્રિડ પાવર જનરેશન માટે 40 હજાર કરોડનો રોકાણ કરવા માટે તૈયારી દાખવી છે અને 10 ગીગા બારોટ ની ક્લીન એનર્જી ઉભી કરવા માટે પણ તત્પરતા દાખવી હતી.
કંપનીએ વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે ભાવનગર જિલ્લામાં કાના તાલવા વિસ્તારમાં 2200 મેગાવોટની ક્ષમતા વાળો એનર્જી પ્લાન્ટ સ્થાપિત કરશે. કંપનીએ હજીરા પોર્ટ ખાતે ૧૭,૦૦૦ કરોડ રૂપિયાનું વધુ રોકાણ કરવા માટે પણ કંપનીએ તૈયારી દાખવી છે અને સરકાર સાથે એમઓયુ પણ કર્યા છે. કુલ મળી ૧.૬૫ લાખ કરોડ રૂપિયાના રોકાણ આ પ્રોજેક્ટમાં આર્સેનલ મિત્તલને દ્વારા કરવામાં આવશે.