• સવારે 9 થી 1:30 જ દુકાન ખુલતી હોવાના આક્ષેપ, જેને ફરિયાદ કરવી હોય તેને કરી દેજે તેવો દુકાનદારે બળાપો કાઢ્યો : સમગ્ર ઘટના વીડિયોમાં કેદ

રાજકોટના બજરંગવાડીમાં સસ્તા અનાજની દુકાન લોલમલોલ ચાલતી હોવાના આક્ષેપ સાથે એક વિડીયો વાયરલ થતા પુરવઠા વિભાગ દ્વારા હરકતમાં આવી ઝોનલને આ દુકાનદારને નોટિસ ફટકારવાનો આદેશ આપવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં બજરંગવાડીમાં એસ.આર.અગ્રાવત નામની સસ્તા અનાજની પેઢીની બહાર એક અરજદારે તમે સવારે 9થી 1:30 સુધી જ દુકાન ખોલો છો તેવો આક્ષેપ કર્યો હતો. બાદમાં દુકાનદારે વિડીયો ઉતારવા સામે વિરોધ કરીને જેને ફરિયાદ કરવી હોય એને કરી દેજે તેવો જવાબ આપ્યો હતો. આ વીડિયો પુરવઠા તંત્ર સુધી પહોંચતા પુરવઠા તંત્ર દ્વારા ઝોનલને આ દુકાનદારને નોટિસ ફટકારવાનો આદેશ આપ્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર સસ્તા અનાજનો આ દુકાનદાર વાસ્તવમાં કોઈ અન્ય વ્યક્તિ છે. હકીકતમાં એસ.આર. અગ્રાવત નામની સસ્તા અનાજની દુકાનનો પરવાનો કોઈ કારણોસર રૈયાના પરવાનેદાર ચાર્જમાં ચલાવે છે. જ્યારે તેઓએ બીજા વ્યક્તિને  બેસાડ્યો છે. આ વ્યક્તિ લોલમલોલ દુકાન ચલાવતો હોવાની ફરિયાદો ઉઠી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.