બિમારીનું બહાનું બતાવી રૂ. ૫૦ હજાર બેંક ખાતામાં જમા કરાવી ઠગે કૃત્ય આચર્યુ’તું
શહેરમાં કર્મચારી સોસાયટીમાં રહેતા વ્યકિતના મિત્રના નામે ફેફ ફેસબુક એકાઉન્ટ બનાવી હોસ્પિટલના કામ માટે પૈસાની જરુર હોવાનો મેસેજ કર્યો હતો. તેને મોકલેલ એકાઉન્ટમાં રૂ. પ૦ હજાર જમા કરાવ્યા હતા. બાદમાં ફેક ફેસબુક એકાઉન્ટ મારફતે છેતરપીંડી થઇ હોવાના ગુનામાં ઝડપાયેલા આરોપીએ કરેલી જામીન અરજી અદાલતે નામંજુર કરતો હુકમ કર્યો છે.
આ કેસની વિગત મુજબ શહેરમાં કર્મચારી સોસાયટી શેરી નં. ૧ રૈયા રોડ ઉપર રહેતા કશ્યપભાઇ દિનેશભાઇ પંચોલીને રાત્રે ફેસબુક ઉપર તેના મિત્રના નામે મેસેજ આવેલ અને તે મેસેજમાં જણાવેલ કે તેને તાત્કાલીક હોસ્પિટલના કામ માટે પૈસાની જરુરીયાત છે તેથી ફરીયાદી કશ્યપભાઇએ ફેસબુક મેસેજ કરનારે આપેલ બેન્ક ખાતામાં પૈસા રૂપિયા પચાસ હજાર ટ્રાન્સફર કરી આપેલ ત્યારબાદ બીજા દિવસે ફરીયાદી કશ્યપભાઇ પંચોલીને ખબર પડેલ કે જે ફેસબુક મારફત મેસેજ આવેલ તે હેડ મેસેજ હતો અને તેને આવ ખોટા ફોન કરી કોઇએ પૈસા પડાવી લીધેલ છે. તે બાબતની કશ્યપભાઇએ પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે તે અંગે તપાસ કરી રાજસ્થાન ના કુમકપુર ગામના આરોપી રામહંસ કરોડીમલ જાદવ ની ધરપકડ કરેલ અને જેલ હવાલે કરેલ જેલમાંથી આરોપીએ જામીન ઉપર છુટવા જામીન અરજી કરી હતી.
જે અરજી ચાલવા ઉપર આવતા અદાલતે બન્ને પક્ષોની રજુઆતો અને દલીલોને ઘ્યાને લઇ ફેસબુક મારફતે મેસેજ કરી પૈસા પડાવતી ગેંગના સાગ્રીત રામહંસ જાદવની જામીન અરજી નામંજુર કરતો આદેશ કર્યો છે. આ કામમાં સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા ઉ૫સ્થિત રહ્યા હતા.