અરવલ્લી સમાચાર
અરવલ્લીના પૂર્વ SP અને વર્તમાન ધારાસભ્યના ઘરે ચોરીનો બનાવ બન્યો છે . ભિલોડાના ધારાસભ્ય પી.સી. બરંડાના નિવાસસ્થાને તસ્કરો ત્રાટકયા હતા . મેઘરજના વાંકાટીંબા ગામે ઘટના બની છે . ગતરાત્રીએ બે તસ્કરોએ ધારાસભ્યના ધર્મપત્નીને બંધક બનાવી ચોરીને અંજામ આપ્યો છે .
ધારાસભ્ય ગાંધીનગર વિધાનસભા ખાતે ઉપસ્થિત હતા ત્યારે આ ઘટના બની છે . તસ્કરોએ એકલતાનો લાભ લઈ ચોરી કરી છે . જિલ્લા પોલીસ વડા સહિત પોલીસની વિવિધ ટીમો દ્વારા ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે . તસ્કરો દ્વારા ધારાસભ્યના પત્નિને બંધક બનાવી સોનાના ઘરેણાંની લૂંટ ચલાવી હોવાનું સામે આવ્યું છે . પોલીસે બે શકમંદોની અટકાયત કરી છે . બંને શકમંદોની ઓળખ પ્રક્રિયા ચાલુ કરી છે .