અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આજરોજ આગ લાગવાની ઘટના બની હતી જેમાં લાલપુર કંપા ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. 5 કિમી સુધી આગના ધુમાડા નજરે પડ્યા હતા. આ ઘટનામાં ચાર લોકો એ જીવ ગુમાવ્યા છે. બે વાહનો બળીને ખાખ થયા હતા અને ફેકટરીમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.

https://www.instagram.com/reel/CrQXl4FIjZh/?utm_source=ig_web_copy_link

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાની છે જ્યાં મોડાસા- હિંમતનગર હાઇવે પર સબલપુર પાસે આવેલ ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગતા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. 5 કિમી સુધી દૂર દૂરથી આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા નજરે પડ્યા હતા. આગને લઈ ફાયર વિભાગની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથધર્યા હતા.

Screenshot 23

મોડાસાના લાલપુરકંપા પાસે ફટાકડાની ફેક્ટરીમાં લાગી ભયાનક આગ લગતા લોકોના ટોળેટોળાં ઘટના સ્થળે ઉમટ્યા હતા ત્યારે ફાયર બ્રિગેડ વિભાગે મેજર કોલ જાહેર કર્યો હતો. આગના કારણે ફેકટરીમાં મોટું નુકશાન થયું હતું. આગ પર કાબુ મેળવવા માટે ગાંધીનગર અને હિંમતનગરની ફાયર વિભાગની ગાડીઓ પણ બોલાવવામાં આવી હતી. આગ લાગવાનું કારણ અકબંધ છે. અંદર ફસાયેલા ૫ લોકોને સલામત બહાર કઢાયા હતા જયારે ૪ લોકોના મોત નીપજ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.