અરવલ્લી સમાચાર
અરવલ્લી જિલ્લા પોલીસ વડા શૈફાલી બારવાલની નવી પહેલ એવા સંયમ પ્રોજેકટનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું . જિલ્લામાં પોકસો એકટ હેઠળ બનતા ગુનાઓને અટકાવવા માટે જિલ્લા પોલીસ વડા શૈફાલી બારવાલ દ્વારા નવા પ્રોજેકટની રચના કરવામાં આવી છે. જેના હેઠળ ટીનેજર્સને પોકસો એકટમાં સમાવિષ્ટ કલમોની જાણકારી આપવામાં આવે છે.
શહેરની મોડાસા હાઈસ્કૂલમાં યોજાયેલા લોન્ચિંગ કાર્યક્રમમાં જિલ્લા પોલીસના અધિકારીઓ સહિત શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.. સંયમ પ્રોજેકટનો મુખ્ય હેતુ 16 અને 17 વર્ષના છોકરા છોકરીઓને પોકસો એક્ટની માહિતી આપવાનો છે.
મોટે ભાગે ટીનેજર્સ, ઍજ સેન્સિટિવીટીના કારણે આ પ્રકારનું પગલું ભરતા હોય છે ત્યારે તેઓને પોકસો એકટ તથા લગ્ન માટે છોકરાઓની ઉંમર 21 વર્ષ અને છોકરીઓની ઉંમર 18 વર્ષ નક્કી કરાયા છે. તેને જ ધ્યાનમાં લઈ ને આ પ્રોજેકટ હેઠળ તેની જાણકારી ટીનેજર્સને આપવામાં આવે છે.