Aravalli : ભિલોડાની હાઈસ્કૂલના વિદ્યાર્થીના મોતના મામલે વિદ્યાર્થીઓ દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી છે. મૃતક વિદ્યાર્થીને ન્યાય અપાવવા સતત બીજા દિવસે વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા છે. તેમજ વિદ્યાર્થીઓ અને પરિવારજનોએ ઈડર હાઇવે પર શાકમાર્કેટ પાસે ચક્કાજામ કર્યો હતો. વિગત મુજબ જુના ભવનાથ મંદિર પાછળ ઇન્દ્રાસી ડેમમાં ડૂબી જવાથી વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું જે ઘટના પાછળ શિક્ષક જવાબદાર હોવાના આક્ષેપો સાથે વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. સમગ્ર મામલે ભિલોડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ, ભિલોડાની પ્રેરણા હાઈસ્કૂલના વિદ્યાર્થીના મોતના મામલે વિદ્યાર્થીઓ દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી હતી. તેમાં મૃતક વિદ્યાર્થીને ન્યાય અપાવવા સતત બીજા દિવસે વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા છે. તેમજ વિદ્યાર્થીઓ અને પરિજનોએ ભિલોડામાં ઈડર હાઇવે પર શાકમાર્કેટ પાસે ચક્કાજામ કર્યો હતો. ત્યારે ગત 28 સપ્ટેમ્બરે જુના ભવનાથ મંદિર પાછળ ઇન્દ્રાસી ડેમમાં ડૂબી જવાથી વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું. આ મૃતક દીપકસિંહ ગુણાવતના મોત પાછળ શાળાના શિક્ષક જવાબદાર હોવાનો વિદ્યાર્થીઓનો આક્ષેપ કરવામાં આવ્યા હતા.

આ દરમિયન શાળાનો એક શિક્ષક વિદ્યાર્થીને ટોર્ચર કરતો હોવાનો વિદ્યાર્થીઓનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ સાથે વિદ્યાર્થીઓએ જસ્ટિસ ફોર દિપકના બેનર સાથે વિરોધ કર્યો હતો. ત્યારે ગઈ કાલે પણ વિદ્યાર્થીઓએ રેલી યોજી પોલીસને રજુઆત કરી હતી. આ દરમિયાન  ભિલોડા પોલીસે વિદ્યાર્થીના મોત મામલે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

ઋતુલ પ્રજાપતિ

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.