ઋતુલ પ્રજાપતિ, અરવલ્લી
અરવલ્લી જિલ્લાના મોડાસામાં મીની ઉંઝાધામ તરીકે ઓળખાતા ઉમિયા મંદીરનો ચતુર્થ પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કોરોના મહામારીને લઈ સતત બે વર્ષ પાટોત્સવની ઉજવણી થઈ શકી ન હતી ત્યારે ચાલુ વર્ષે કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં આવતા ચોથા પાટોત્સવનું ભવ્ય આયોજન કરવમાં આવ્યું હતું.
ઉમિયા મંદિરના ચોથા પાટોત્સવમાં મંદિરના પટાંગણમાં નવચંડી યજ્ઞ કરવામાં આવ્યું હતું. આ ચતુર્થ પાટોત્સવની ઉજવણીમાં મોડાસાના અને આસપાસના કંપાઓમાંથી પગપાળા ઉમિયા ધામે પહોંચ્યા હતા. નવચંડી યજ્ઞ બાદ ઉમિયા માતાજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.
ઉમિયા માતાજી મંદિર ના પ્રમુખ દિનેશભાઈ પટેલ જણાવ્યું હતું કે, ‘આગામી પાંચમાં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે અને ઉમિયા માતાજી મંદિરના મહંત વિષ્ણુપ્રસાદ શાસ્ત્રીએ ચૂતુર્થ પાટોત્સવ દીવસે યજ્ઞના યજમાનો અને ભક્તોને આશીર્વાદ આપ્યા હતા અને મહાપ્રસાદના આયોજન બાદ ચતુર્થ પાટોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.