અરવલ્લીમાં થોડા સમય પહેલા માસુમને તરછોડવાનો મામલો સામે આવ્યો હતો જ્યાં બાળકીને CHC હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી ત્યારે આજ રોજ બાળકીએ ચાલુ સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા.
શું બની હતી ઘટના ??
અરવલ્લીમાં ૩૧ મેના રોજ નવજાત શિશુને તરછોડવાની ઘટના સામે આવી હતી જેમાં જીલ્લાના માલપુરના મુખીના મુવાડા ગામની સીમના ખેતરમાંથી નવજાત બાળકી મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. પોતાનું પાપ છુપાવવા માતાએ નવજાતને માતા બાળકીને છોડીને ફરાર થઈ ગઈ હતી ત્યારે ઘટની જાણ થતા તેમજ 108ની ટીમે તુરંત પહોંચીને નવજાત બાળકીને સારવાર અર્થે માલપુર CHC હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
આરોગ્ય વિભાગને જાણ કરી બાળકીને 108 દ્વારા નવજાત શિશુને માલપુર સીએચસીમાં સારવાર અર્થે ખસેડાઇ અને ત્યાંથી વધુ સારવાર અર્થે મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં બાળકોના વિભાગમાં દાખલ કરવામાં આવી હતી.જ્યાં તેને વેન્ટીલેટર સાથે સારવાર આપવામાં આવી રહી હતી.
જોકે જન્મ સમયે ઓછું વજન ધરાવતી બાળકીને ઇન્ફેક્શન, પ્લેટલેટ કાઉન્ટમાં ઘટાડો અને ઓક્સિજન લેવલ ઘટતાં તેને મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. એક તરફ બાળકીનું મોત નીપજ્યું છે તો બીજી તરફ બાળકીને ત્યજી દેનાર માતા માલપુર પોલીસ સ્ટેશને હાજર થઈ છે. સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથધરી છે.